Back to Languages

Gujarati - Chapter 2 - Al-Baqarah

Translation by Rabila Al Omari — Permalink

Verse 102 — Surah Al-Baqarah 2:102

અને તે વસ્તુની પાછળ લાગી ગયા જેને શયતાનો સુલૈમાનના રાજ્યમાં પઢતા હતા, સુલૈમાન (અ.સ.) એ ઇન્કાર નહતો કર્યો, પરંતુ આ ઇન્કાર શતાનોનો હતો, તે લોકોને જાદુ શિખવાડતા હતા અને બાબિલમાં હારૂત અને મારૂત બન્ને ફરિશ્તાઓ પર જે અવતરિત કરવામાં આવ્યું હતું તે બન્ને પણ કોઇ વ્યક્તિને તે સમય સુધી નહોતા શિખવાડતા, જ્યાં સુધી કે આવું ન કહી દે કે અમે તો એક કસોટીમાં છે, તું ઇન્કાર ન કર, ફરી લોકો તેમનાથી તે શિખતા જેના વડે પતિ પત્નિ વચ્ચે વિચ્છેદ ઉભો થાય અને ખરેખર તે અલ્લાહ તઆલાની ઇચ્છા વગર કોઇને નુકસાન પહોંચાડી શકતા ન હતા, આ લોકો તે શિખે છે જે તેઓને નુકસાન પહોંચાડે અને ફાયદો ન પહોંચાડી શકે અને તે નિંશંક જાણે છે કે તેને લેવાવાળા માટે આખેરત માં કોઇ ભાગ નથી અને તે સૌથી ખરાબ વસ્તુ છે જેના બદલામાં તે પોતાને વેચી રહ્યા છે, કદાચ કે આ લોકો જાણતા હોત