દરેક ભલાઇ પુર્વ અને પશ્ર્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી પરંતુ ખરેખર સારો વ્યક્તિ તે છે જે અલ્લાહ તઆલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પયગંબરો પર ઇમાન ધરાવે છે, જે ધનથી મુહબ્બત કરવા છતાં સગા-સંબધીઓ, યતીમો, લાચારો, મુસાફરો અને માંગનારને આપે, દાસોને છોડાવે, નમાજની પાબંદી કરે અને ઝકાત આપતો રહે, જ્યારે વચન કરે ત્યારે તેને પુરૂ કરે, આપત્તિ, દુંખદર્દ અને ઝઘડા વખતે ધીરજ રાખે, આ જ સાચા લોકો છે અને આ જ ડરનારાઓ છે