અને જો તમે સફરમાં હોય અને લખનાર ન મળે તો ગીરવી રાખી લો, હાઁ જો અંદર અંદર એક બીજાથી સંતોષ હોય તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ તઆલાથી ડરો જે તેનો પાલનહાર છે અને સાક્ષી ન છુપાવો અને જે તેને છુપાવી લે તે પાપી હૃદયવાળા છે અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે