Back to Languages

Gujarati - Chapter 23 - Al-Muminun

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Muminun 23:1

નિ:શંક ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી

Verse 2 — Surah Al-Muminun 23:2

જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે

Verse 3 — Surah Al-Muminun 23:3

જેઓ બકવાસ વાતોથી મોઢું ફેરવી દે છે

Verse 4 — Surah Al-Muminun 23:4

જેઓ ઝકાત આપનારા છે

Verse 5 — Surah Al-Muminun 23:5

જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરવાવાળા છે

Verse 6 — Surah Al-Muminun 23:6

પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી

Verse 7 — Surah Al-Muminun 23:7

જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે

Verse 8 — Surah Al-Muminun 23:8

જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે

Verse 9 — Surah Al-Muminun 23:9

જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે

Verse 10 — Surah Al-Muminun 23:10

આ જ લોકો વારસદાર છે

Verse 11 — Surah Al-Muminun 23:11

જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે

Verse 12 — Surah Al-Muminun 23:12

નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું

Verse 13 — Surah Al-Muminun 23:13

પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું

Verse 14 — Surah Al-Muminun 23:14

પછી ટીપાને અમે જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર અમે માંસ ચઢાવી દીધું, પછી બીજી બનાવટમાં તેનું સર્જન કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે

Verse 15 — Surah Al-Muminun 23:15

ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો

Verse 16 — Surah Al-Muminun 23:16

પછી, નિ:શંક કયામતના દિવસે તમને સૌને ઉઠાડવામાં આવશે

Verse 17 — Surah Al-Muminun 23:17

અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી બેદરકાર નથી

Verse 18 — Surah Al-Muminun 23:18

અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ

Verse 19 — Surah Al-Muminun 23:19

તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેથી તમારા માટે તેમાં ઘણા પ્રકારના ફળો હોય છે, તેમાંથી જ તમે ખાઓ પણ છો

Verse 20 — Surah Al-Muminun 23:20

અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે

Verse 21 — Surah Al-Muminun 23:21

તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને દૂધ પીવડાવીએ છીએ અને બીજા ઘણા ફાયદાઓ તમારા માટે તેમાં છે, તેમાંથી કેટલાંક ને તમે ખાઓ પણ છો

Verse 22 — Surah Al-Muminun 23:22

અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો

Verse 23 — Surah Al-Muminun 23:23

નિ:શંક અમે નૂહ અ.સ.ને તેમની કોમ તરફ પયગંબર બનાવી અવતરિત કર્યા. તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો અને તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, શું તમે (તેનાથી) ડરતા નથી

Verse 24 — Surah Al-Muminun 23:24

તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, આતો તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની આ ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને અવતરિત કરતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી

Verse 25 — Surah Al-Muminun 23:25

નિ:શંક આ વ્યક્તિ પાગલ છે, બસ ! તમે તેને એક સમય સુધી મહેતલ આપો

Verse 26 — Surah Al-Muminun 23:26

નૂહ અ.સ.એ દુઆ કરી, હે મારા પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર

Verse 27 — Surah Al-Muminun 23:27

તો અમે તેમની તરફ વહી અવતરિત કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, જ્યારે અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ તેમાં મૂકી દો અને પોતાના ઘરવાળાઓને પણ, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા થઇ ગઇ છે, ખબરદાર જે લોકોએ અત્યાચાર કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે

Verse 28 — Surah Al-Muminun 23:28

જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને અત્યાચારી લોકોથી છૂટકારો આપ્યો

Verse 29 — Surah Al-Muminun 23:29

અને કહેજો કે હે મારા પાલનહાર ! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે

Verse 30 — Surah Al-Muminun 23:30

ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે

Verse 31 — Surah Al-Muminun 23:31

ત્યાર પછી અમે ઘણી કૌમોનું સર્જન કર્યું

Verse 32 — Surah Al-Muminun 23:32

પછી તે લોકો માંથી પયગંબર પણ મોકલ્યા, જેથી તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તમે કેમ ડરતા નથી

Verse 33 — Surah Al-Muminun 23:33

અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખેરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તેઓ પીવે છે

Verse 34 — Surah Al-Muminun 23:34

જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગ્યા, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બનશો

Verse 35 — Surah Al-Muminun 23:35

શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો

Verse 36 — Surah Al-Muminun 23:36

નહીં, નહીં દૂર અને ઘણું જ દૂર છે તે, જેનું તમને વચન આપવામાં આવે છે

Verse 37 — Surah Al-Muminun 23:37

(જીવન) તો ફક્ત દુનિયાનું જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને એવું નથી કે આપણે પાછા જીવિત કરવામાં આવીશું

Verse 38 — Surah Al-Muminun 23:38

આ તો બસ ! એવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી

Verse 39 — Surah Al-Muminun 23:39

પયગંબરે દુઆ કરી કે પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર

Verse 40 — Surah Al-Muminun 23:40

જવાબ આપ્યો કે આ લોકો તો નજીક માંજ પોતાના કર્મો પર દિલગીરી વ્યક્ત કરશે

Verse 41 — Surah Al-Muminun 23:41

છેવટે ન્યાય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ ! અત્યાચારીઓ માટે દૂરી છે

Verse 42 — Surah Al-Muminun 23:42

ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું

Verse 43 — Surah Al-Muminun 23:43

ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન તો પાછળ રહી ગઇ

Verse 44 — Surah Al-Muminun 23:44

પછી અમે એક-પછી એક પયગંબરોને અવતરિત કરતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવ્યા, તેમને જુઠલાવ્યા, બસ ! અમે એકને બીજા પાછળ લગાવી દીધા અને તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા

Verse 45 — Surah Al-Muminun 23:45

પછી અમે મૂસા અ.સ. અને તેમના ભાઇ હારૂન અ.સ.ને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે અવતરિત કર્યા

Verse 46 — Surah Al-Muminun 23:46

ફિરઔન અને તેના લશ્કરો તરફ, બસ ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં

Verse 47 — Surah Al-Muminun 23:47

કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ ? જો કે તેમની કોમ પોતે (પણ) અમારી દેખરેખ હેઠળ છે

Verse 48 — Surah Al-Muminun 23:48

બસ ! તે લોકોએ તે બન્નેને જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલાઓ માંથી થઇ ગયા

Verse 49 — Surah Al-Muminun 23:49

અમે મૂસા અ.સ.ને કિતાબ પણ આપી, જેથી લોકો સત્ય માર્ગ પર આવી જાય

Verse 50 — Surah Al-Muminun 23:50

અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક, અને વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું

Verse 51 — Surah Al-Muminun 23:51

હે પયગંબરો ! હલાલ વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું

Verse 52 — Surah Al-Muminun 23:52

નિ:શંક આ તમારો દીન એક જ દીન છે અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારાથી ડરતા રહો

Verse 53 — Surah Al-Muminun 23:53

પછી તે લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે

Verse 54 — Surah Al-Muminun 23:54

બસ ! તમે (પણ) તેમને વિદ્રોહ માટે થોડોક સમય આપી દો

Verse 55 — Surah Al-Muminun 23:55

શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમનું ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે)

Verse 56 — Surah Al-Muminun 23:56

તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી

Verse 57 — Surah Al-Muminun 23:57

નિ:શંક જે લોકો પોતાના પાલનહારના ગુસ્સાથી ડરે છે

Verse 58 — Surah Al-Muminun 23:58

અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે

Verse 59 — Surah Al-Muminun 23:59

અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા

Verse 60 — Surah Al-Muminun 23:60

અને જે લોકો આપે છે અને જે કંઇ પણ આપે છે અને તે લોકોના હૃદય કાંપે છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે

Verse 61 — Surah Al-Muminun 23:61

આ જ તે લોકો છે, જેઓ ઝડપથી ફાયદો પ્રાપ્ત કરી રહ્યા છે અને આ જ તે લોકો છે, જે તેની તરફ દોડે છે

Verse 62 — Surah Al-Muminun 23:62

અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એવી કિતાબ છે જે સત્ય વાત કરે છે, તેમના પર સહેજ પણ અત્યાચાર કરવામાં નહીં આવે

Verse 63 — Surah Al-Muminun 23:63

પરંતુ તેમના હૃદય આ વિશે બેદરકાર છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા કાર્યો છે, જેમને તેઓ કરવાવાળા છે

Verse 64 — Surah Al-Muminun 23:64

ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને યાતનામાં પકડી લીધા, તો તે ભાગદોડ કરવા લાગ્યા

Verse 65 — Surah Al-Muminun 23:65

આજે ન ભાગો, ખરેખર અમારી વિરુદ્ધ તમારી મદદ કરવામાં નહીં આવે

Verse 66 — Surah Al-Muminun 23:66

મારી આયતો તો તમારી સમક્ષ પઢવામાં આવતી હતી, તો પણ તમે પોતાની એડી પર ઊંધા ભાગતા હતાં

Verse 67 — Surah Al-Muminun 23:67

ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં

Verse 68 — Surah Al-Muminun 23:68

શું તે લોકોએ એ વાત વિશે ન વિચાર્યું ? પરંતુ તેમની પાસે તે વસ્તુ આવી, જે તેમના પૂર્વજો પાસે નહતી આવી

Verse 69 — Surah Al-Muminun 23:69

અથવા, તે લોકોએ પોતાના પયગંબરને ન ઓળખ્યા, કે તેના ઇન્કાર કરનારા બની બેઠા છે

Verse 70 — Surah Al-Muminun 23:70

અથવા આ લોકો કહે છે કે પાગલ છે ? પરંતુ તે તો તેમના માટે સત્ય લાવ્યા છે, હાં ! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતથી ચીડાય છે

Verse 71 — Surah Al-Muminun 23:71

જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાય, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણ થી મોઢું ફેરવનાર છે

Verse 72 — Surah Al-Muminun 23:72

શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો ? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે

Verse 73 — Surah Al-Muminun 23:73

નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો

Verse 74 — Surah Al-Muminun 23:74

નિ:શંક જે લોકો આખેરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે

Verse 75 — Surah Al-Muminun 23:75

અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા

Verse 76 — Surah Al-Muminun 23:76

અને અમે તે લોકોની પકડ યાતના દ્વારા કરી, તો પણ આ લોકો પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી

Verse 77 — Surah Al-Muminun 23:77

ત્યાં સુધી કે જ્યારે અમે તે લોકો માટે સખત યાતનાનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા

Verse 78 — Surah Al-Muminun 23:78

તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો

Verse 79 — Surah Al-Muminun 23:79

અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો

Verse 80 — Surah Al-Muminun 23:80

અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી

Verse 81 — Surah Al-Muminun 23:81

પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે

Verse 82 — Surah Al-Muminun 23:82

કે શું જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા થઇ જઇશું, શું તો પણ અમને ઉઠાવવામાં આવશે

Verse 83 — Surah Al-Muminun 23:83

અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે

Verse 84 — Surah Al-Muminun 23:84

પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે ? જણાવો જો જાણતા હોય તો

Verse 85 — Surah Al-Muminun 23:85

તરત જ જવાબ આપશે કે “અલ્લાહ”. કહી દો કે પછી તમે શિખામણ કેમ પ્રાપ્ત નથી કરતા

Verse 86 — Surah Al-Muminun 23:86

પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે

Verse 87 — Surah Al-Muminun 23:87

તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે કેમ નથી ડરતા

Verse 88 — Surah Al-Muminun 23:88

સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે ? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો

Verse 89 — Surah Al-Muminun 23:89

આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે

Verse 90 — Surah Al-Muminun 23:90

સત્યતો એ છે કે અમે તેમની સમક્ષ સત્ય વાત પહોંચાડી દીધી અને આ લોકો ખરેખર જૂઠા છે

Verse 91 — Surah Al-Muminun 23:91

ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ પૂજ્ય છે, નહિતો દરેક પૂજ્ય પોતાના સર્જનને લઇને ફરતો અને દરેક એકબીજા પર ચઢી બેસતા, જે ગુણો આ લોકો જણાવી રહ્યા છે, તેનાથી અલ્લાહ પવિત્ર છે

Verse 92 — Surah Al-Muminun 23:92

તે હાજર અને અદૃશ્ય બન્નેને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે પવિત્ર છે

Verse 93 — Surah Al-Muminun 23:93

તમે દુઆ કરો, હે મારા પાલનહાર ! તું મને તે જણાવ, જેનું વચન તે લોકોને કરવામાં આવી રહ્યું છે

Verse 94 — Surah Al-Muminun 23:94

હે મારા પાલનહાર ! તું મને તે અત્યાચારીઓના જૂથમાં ન કરીશ

Verse 95 — Surah Al-Muminun 23:95

અમે જે કંઇ વચન તેમને આપી રહ્યા છીએ, તે બધું જ તમને બતાવી દેવા ખરેખર સક્ષમ છીએ

Verse 96 — Surah Al-Muminun 23:96

દુષ્કર્મને તે રીતે દૂર કરો, જે ખરેખર શ્રેષ્ઠ રીત હોય, જે કંઇ આ લોકો વાતો કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ

Verse 97 — Surah Al-Muminun 23:97

અને દુઆ કરો કે, હે મારા પાલનહાર ! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું

Verse 98 — Surah Al-Muminun 23:98

અને હે પાલનહાર ! હું તારા શરણમાં આવું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય

Verse 99 — Surah Al-Muminun 23:99

ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચે છે, તો કહે છે હે મારા પાલનહાર ! મને પાછો (દુનિયામાં) મોકલી દે

Verse 100 — Surah Al-Muminun 23:100

કે પોતાની છોડેલી દુનિયામાં જઇ સત્કાર્યો કરી લઉં, આવું ક્યારેય નહીં થાય આ તો ફક્ત એક વાત છે, જે આ લોકો કહી રહ્યા છે, તેમની પાછળ તો એક પડદો છે, તેમના બીજી વખત જીવિત થવા સુધી

Verse 101 — Surah Al-Muminun 23:101

બસ ! જ્યારે સૂર ફૂંકી દેવામાં આવશે, તે દિવસે ન તો સંબંધો રહેશે, ન એક-બીજાની વાતચીત

Verse 102 — Surah Al-Muminun 23:102

જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે

Verse 103 — Surah Al-Muminun 23:103

અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમવાળા થયા

Verse 104 — Surah Al-Muminun 23:104

તેમના મોઢાઓ પર આગ સળગતી રહેશે અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે

Verse 105 — Surah Al-Muminun 23:105

શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી ? તો પણ તમે તેને જુઠલાવતા હતાં

Verse 106 — Surah Al-Muminun 23:106

કહેશે કે હે પાલનહાર ! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે પથભ્રષ્ટ જ હતાં

Verse 107 — Surah Al-Muminun 23:107

હે અમારા પાલનહાર ! અમને અહીંયાથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે અત્યાચારી છે

Verse 108 — Surah Al-Muminun 23:108

અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો

Verse 109 — Surah Al-Muminun 23:109

મારા બંદાઓનું એક જૂથ હતું, જે સતત એવું કહેતા રહ્યા કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવી ચૂક્યા, તું અમને માફ કરી દે. અને અમારા પર દયા કર, તું દરેક દયાવાન લોકોથી સૌથી વધુ દયાળુ છે

Verse 110 — Surah Al-Muminun 23:110

(પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે તેની સાથે મશ્કરી જ કરતા રહ્યા

Verse 111 — Surah Al-Muminun 23:111

મેં આજે તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે કે તેઓ છેવટે સફળ થઇ ગયા

Verse 112 — Surah Al-Muminun 23:112

અલ્લાહ તઆલા પૂછશે કે તમે ધરતી પર વર્ષની ગણતરી પ્રમાણે કેટ્લું રહ્યા

Verse 113 — Surah Al-Muminun 23:113

તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, ગણતરી કરનારાઓને પણ પૂછી લો

Verse 114 — Surah Al-Muminun 23:114

અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ ! તમે આને પહેલાથી જ જાણી લેતા

Verse 115 — Surah Al-Muminun 23:115

શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન અમસ્તા જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા ફેરવવામાં જ નહીં આવો

Verse 116 — Surah Al-Muminun 23:116

અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે

Verse 117 — Surah Al-Muminun 23:117

જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા પૂજ્યને પોકારે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, નિ:શંક ઇન્કાર કરનારાઓને છૂટકારો નહીં મળે

Verse 118 — Surah Al-Muminun 23:118

અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે