અને કિતાબવાળાઓ સાથે તકરાર ન કરો, પરંતુ ઉત્તમ રીતે, તે લોકો માંથી જેઓ અત્યાચારી છે (તેમની સાથે તકરાર કરો). અને સ્પષ્ટ રીતે કહી દો કે અમે તે કિતાબ ઉપર પણ ઈમાન ધરાવીએ છીએ જે અમારા માટે અવતરિત કરવામાં આવી છે અને તે કિતાબ ઉપર પણ જે તમારા માટે અવતરિત કરવામાં આવી છે. અમારો અને તમારો પૂજ્ય એક જ છે, અમે સૌ તેની જ આજ્ઞાનું પાલન કરીએ છીએ