Back to Languages

Gujarati - Chapter 15 - Al-Hijr

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Hijr 15:1

અલિફ-લામ્-રૉ. આ અલ્લાહની કિતાબની આયતો છે અને સ્પષ્ટ અને પ્રકાશિત કુરઆનની

Verse 2 — Surah Al-Hijr 15:2

એવો પણ સમય હશે જ્યારે ઇન્કાર કરનાર મુસલમાન થવાની ઇચ્છા દર્શાવશે

Verse 3 — Surah Al-Hijr 15:3

તમે તેઓને ખાતાં, ફાયદો ઉઠાવતાં અને આશાઓમાં વ્યસ્ત છોડી દો, તેઓ નજીકમાં જ જાણી લેશે

Verse 4 — Surah Al-Hijr 15:4

કોઈ વસ્તીને તેના નક્કી કરેલ સમય પહેલા અમે નષ્ટ નથી કરી

Verse 5 — Surah Al-Hijr 15:5

કોઈ જૂથ પોતાના મૃત્યુથી ન આગળ વધે છે અને ન તો પાછળ ખસે છે

Verse 6 — Surah Al-Hijr 15:6

તેઓએ કહ્યું કે, હે તે વ્યક્તિ ! જેના પર કુરઆન અવતરિત કરવામાં આવ્યું છે, ખરેખર તું તો કોઈ પાગલ છે

Verse 7 — Surah Al-Hijr 15:7

જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા

Verse 8 — Surah Al-Hijr 15:8

અમે ફરિશ્તાઓને સત્ય સાથે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી

Verse 9 — Surah Al-Hijr 15:9

અમે જ આ કુરઆનને અવતરિત કર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે

Verse 10 — Surah Al-Hijr 15:10

અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા

Verse 11 — Surah Al-Hijr 15:11

અને જે પણ પયગંબર આવતા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી કરતા

Verse 12 — Surah Al-Hijr 15:12

પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે આવું ઠસાવી દઇએ છીએ

Verse 13 — Surah Al-Hijr 15:13

તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક આગળના લોકોથી આજ રીત ચાલી રહી છે

Verse 14 — Surah Al-Hijr 15:14

અને જો અમે તેમના માટે આકાશના દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે

Verse 15 — Surah Al-Hijr 15:15

તો પણ આવું જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે

Verse 16 — Surah Al-Hijr 15:16

નિ:શંક અમે આકાશોમાં “બુરૂજો” (સૂર્ય,ચંદ્ર,તારા, વગેરે...) બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે

Verse 17 — Surah Al-Hijr 15:17

અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી

Verse 18 — Surah Al-Hijr 15:18

હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે

Verse 19 — Surah Al-Hijr 15:19

અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને નાખી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપ પ્રમાણે ઊપજાવી દીધી છે

Verse 20 — Surah Al-Hijr 15:20

અને તેમાં જ અમે તમારી રોજી બનાવી દીધી છે અને જેમને તમે રોજી આપનારા નથી

Verse 21 — Surah Al-Hijr 15:21

અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ

Verse 22 — Surah Al-Hijr 15:22

અને અમે ભારે હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તે તમને પીવડાવીએ છીએ અને તમે તેનો સંગ્રહ કરનારા નથી

Verse 23 — Surah Al-Hijr 15:23

અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (છેવટે) વારસ છે

Verse 24 — Surah Al-Hijr 15:24

અને તમારા માંથી આગળ વધનારા અને પાછળ રહી જનારા પણ અમારી જાણકારીમાં છે

Verse 25 — Surah Al-Hijr 15:25

તમારો પાલનહાર બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જ્ઞાનવાળો છે

Verse 26 — Surah Al-Hijr 15:26

નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું

Verse 27 — Surah Al-Hijr 15:27

અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું

Verse 28 — Surah Al-Hijr 15:28

અને જ્યારે તારા પાલppનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું એક મનુષ્યનું સર્જન કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે કરવાનો છું

Verse 29 — Surah Al-Hijr 15:29

તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેના માટે સિજદો કરજો

Verse 30 — Surah Al-Hijr 15:30

છેવટે દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો

Verse 31 — Surah Al-Hijr 15:31

પરંતુ ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળો માંથી થવાનો ઇન્કાર કર્યો

Verse 32 — Surah Al-Hijr 15:32

(અલ્લાહ તઆલાએ) કહ્યું હે ઇબ્લિસ ! તને શું થયું કે તું સિજદો કરનારાઓ માંથી ન થયો

Verse 33 — Surah Al-Hijr 15:33

તેણે કહ્યું કે, હું એવો નથી કે તે મનુષ્યને સિજદો કરું જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે બનાવ્યો

Verse 34 — Surah Al-Hijr 15:34

કહ્યું, હવે જન્નત માંથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે

Verse 35 — Surah Al-Hijr 15:35

અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે

Verse 36 — Surah Al-Hijr 15:36

કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે

Verse 37 — Surah Al-Hijr 15:37

કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે

Verse 38 — Surah Al-Hijr 15:38

નક્કી કરેલ દિવસ સુધી

Verse 39 — Surah Al-Hijr 15:39

(શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર ! જો કે તે મને પથભ્રષ્ટ કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ ધરતી પર તેમના માટે ગુનાને શણગારી દઇશ અને તે બધાને પથભ્રષ્ટ પણ કરીશ

Verse 40 — Surah Al-Hijr 15:40

તારા તે બંદાઓ સિવાય, જેઓને પસંદ કરી લેવામાં આવ્યા છે

Verse 41 — Surah Al-Hijr 15:41

કહ્યું કે, હાં, આ જ મારા સુધી પહોંચવા માટેનો સત્ય માર્ગ છે

Verse 42 — Surah Al-Hijr 15:42

મારા બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નથી, પરંતુ હાં જે પથભ્રષ્ટ લોકો તારું અનુસરણ કરશે

Verse 43 — Surah Al-Hijr 15:43

નિ:શંક તે સૌનું ઠેકાણું જહન્નમ છે

Verse 44 — Surah Al-Hijr 15:44

જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ વહેંચાયેલો છે

Verse 45 — Surah Al-Hijr 15:45

ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે

Verse 46 — Surah Al-Hijr 15:46

(તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે આમાં પ્રવેશ કરો

Verse 47 — Surah Al-Hijr 15:47

તેમના હૃદયોમાં જે કંઈ પણ કપટ અને નિરાશા હતી, અમે બધું જ કાઢી લઇશું, તે ભાઇ-ભાઇ બની એક-બીજા સામે આસનો પર બેઠા હશે

Verse 48 — Surah Al-Hijr 15:48

ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે

Verse 49 — Surah Al-Hijr 15:49

મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું

Verse 50 — Surah Al-Hijr 15:50

અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે

Verse 51 — Surah Al-Hijr 15:51

તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો

Verse 52 — Surah Al-Hijr 15:52

કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે

Verse 53 — Surah Al-Hijr 15:53

તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ

Verse 54 — Surah Al-Hijr 15:54

કહ્યું શું આ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી તમે મને ખુશખબર આપો છો, આ ખુશખબર તમે કેવી રીતે આપી રહ્યા છો

Verse 55 — Surah Al-Hijr 15:55

તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ લોકો માંથી ન થઇ જાવ

Verse 56 — Surah Al-Hijr 15:56

કહ્યું કે પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત પથભ્રષ્ટ લોકો અને ભટકેલા લોકો જ થાય છે

Verse 57 — Surah Al-Hijr 15:57

પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ) ! તમારું એવું શું અગત્યનું કામ છે

Verse 58 — Surah Al-Hijr 15:58

તેમણે જવાબ આપ્યો કે અમે અપરાધી લોકો તરફ મોકલવામાં આવ્યા છે

Verse 59 — Surah Al-Hijr 15:59

પરંતુ લૂતના કુટુંબીજનો સિવાય અમે તે સૌને જરૂર બચાવી લઇશું

Verse 60 — Surah Al-Hijr 15:60

તેમની પત્ની સિવાય, અમે તેણીને રોકાઇ જનારાઓ અને બાકી રહેવાવાળાઓ માંથી નક્કી કરી દીધી છે

Verse 61 — Surah Al-Hijr 15:61

જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા

Verse 62 — Surah Al-Hijr 15:62

તો તેમણે (લૂત અ.સ.)એ કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો

Verse 63 — Surah Al-Hijr 15:63

તેઓએ (ફરિશ્તાઓએ) કહ્યું ! ના, પરંતુ અમે તારી પાસે તે વસ્તુ લઇને આવ્યા છીએ જેના વિશે આ લોકો શંકામાં હતા

Verse 64 — Surah Al-Hijr 15:64

અમે તો તમારી પાસે (સ્પષ્ટ) સત્ય લઇને આવ્યા છીએ અને ખરેખર સાચી છે

Verse 65 — Surah Al-Hijr 15:65

હવે તમે પોતાના કુટુંબીજનો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તેઓની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ચહેરો ફેરવીને ન જુએ. અને જે જગ્યા પરનો આદેશ તમને આપવામાં આવી રહ્યો છે ત્યાં જતા રહેજો

Verse 66 — Surah Al-Hijr 15:66

અને અમે તેમના માટે એ વાતનો નિર્ણય કરી લીધો કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું

Verse 67 — Surah Al-Hijr 15:67

અને શહેરવાળાઓ ખુશી મનાવતા આવ્યા

Verse 68 — Surah Al-Hijr 15:68

(લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું અપમાન ન કરો

Verse 69 — Surah Al-Hijr 15:69

અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો

Verse 70 — Surah Al-Hijr 15:70

તેઓએ કહ્યું શું અમે તમને આખી દુનિયાની (ઠેકેદારી) થી રોક્યા નથી

Verse 71 — Surah Al-Hijr 15:71

(લૂત અ.સ. એ) કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે

Verse 72 — Surah Al-Hijr 15:72

તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ હતા

Verse 73 — Surah Al-Hijr 15:73

બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા

Verse 74 — Surah Al-Hijr 15:74

છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા

Verse 75 — Surah Al-Hijr 15:75

નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે

Verse 76 — Surah Al-Hijr 15:76

આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી

Verse 77 — Surah Al-Hijr 15:77

અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે

Verse 78 — Surah Al-Hijr 15:78

“અયકહ” વસ્તીના રહેવાસીઓ પણ ઘણા અત્યાચારી હતા

Verse 79 — Surah Al-Hijr 15:79

જેમનાથી અમે બદલો લીધો, આ બન્ને શહેર સામાન્ય માર્ગ ઉપર હતા

Verse 80 — Surah Al-Hijr 15:80

અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા

Verse 81 — Surah Al-Hijr 15:81

અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા

Verse 82 — Surah Al-Hijr 15:82

આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા

Verse 83 — Surah Al-Hijr 15:83

છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા

Verse 84 — Surah Al-Hijr 15:84

બસ ! તેમની કોઈ યુક્તિ અથવા કાર્યએ કંઈ પણ ફાયદો ન પહોંચાડ્યો

Verse 85 — Surah Al-Hijr 15:85

અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સત્ય સાથે સર્જન કર્યું. અને કયામત જરૂર આવશે. બસ ! તમે સારી રીતે દરગુજર કરો

Verse 86 — Surah Al-Hijr 15:86

નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને જાણવાવાળો છે

Verse 87 — Surah Al-Hijr 15:87

નિ:શંક અમે તમને સાત આયતો આપી રાખી છે, જે વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે

Verse 88 — Surah Al-Hijr 15:88

તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના કારણે અમે તેમના માંથી કેટલાય પ્રકારના લોકોને ધનિષ્ઠ બનાવ્યા છે. ન તેમના પર તમે નિરાશ થશો અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો

Verse 89 — Surah Al-Hijr 15:89

અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું

Verse 90 — Surah Al-Hijr 15:90

જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી

Verse 91 — Surah Al-Hijr 15:91

જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા

Verse 92 — Surah Al-Hijr 15:92

સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું

Verse 93 — Surah Al-Hijr 15:93

દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા

Verse 94 — Surah Al-Hijr 15:94

બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો

Verse 95 — Surah Al-Hijr 15:95

તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે

Verse 96 — Surah Al-Hijr 15:96

જે અલ્લાહની સાથે બીજાને પૂજ્ય નક્કી કરે છે તેમને નજીકમાં જ જાણ થઇ જશે

Verse 97 — Surah Al-Hijr 15:97

અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે

Verse 98 — Surah Al-Hijr 15:98

તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ અને પ્રશંસાનું વર્ણન કરતા રહો અને સિજદો કરનારાઓમાં થઇ જાવ

Verse 99 — Surah Al-Hijr 15:99

અને પોતાના પાલનહારની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમે મૃત્યુ પામો