Back to Languages
Gujarati - Chapter 44
Translation by Rabila Al Omari
Verse 1
હા-મિમ્
Verse 2
સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના
Verse 3
નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
Verse 4
આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે
Verse 5
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
Verse 6
તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે
Verse 7
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
Verse 8
તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
Verse 9
પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે
Verse 10
તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે
Verse 11
જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે
Verse 12
કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ
Verse 13
તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા
Verse 14
તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે
Verse 15
અમે પ્રકોપને સહેજ દૂર કરી દઇશું તો, તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો
Verse 16
જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે
Verse 17
નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા
Verse 18
કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
Verse 19
અને તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ
Verse 20
અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો
Verse 21
અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો
Verse 22
પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે
Verse 23
(અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે
Verse 24
તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
Verse 25
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
Verse 26
તથા ખેતરો અને શાંતિવાળા ઘર
Verse 27
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
Verse 28
આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા
Verse 29
તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી
Verse 30
અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો
Verse 31
જે ફિરઔન તરફથી હતી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો
Verse 32
અને અમે બુદ્ધિપૂર્વક ઇસ્રાઇલના સંતાનને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી
Verse 33
અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી
Verse 34
આ લોકો તો આવું જ કહે છે
Verse 35
કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે
Verse 36
જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો
Verse 37
શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા
Verse 38
અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું
Verse 39
પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી
Verse 40
નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે
Verse 41
તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે
Verse 42
સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે
Verse 43
નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ
Verse 44
અપરાધીનો ખોરાક છે
Verse 45
જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે
Verse 46
સખત ગરમ પાણી જેવું
Verse 47
તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો
Verse 48
પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો
Verse 49
(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો
Verse 50
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
Verse 51
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
Verse 52
બગીચા અને ઝરણાઓમાં
Verse 53
પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
Verse 54
આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું
Verse 55
શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે
Verse 56
ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા
Verse 57
આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે
Verse 58
અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
Verse 59
હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે