Back to Languages

    Gujarati - Chapter 96

    Translation by Rabila Al Omari

    Verse 1

    પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ

    Verse 2

    જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ

    Verse 3

    તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે

    Verse 4

    જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું

    Verse 5

    જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો

    Verse 6

    ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે

    Verse 7

    એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે

    Verse 8

    ખરેખર પાછા ફરવું તારા પાલનહાર તરફ છે

    Verse 9

    તેને પણ તે જોયો જે બંદાને અટકાવે છે

    Verse 10

    જ્યારે કે તે બંદો નમાઝ પઢે છે

    Verse 11

    શું બતાઓ તો, તે સત્ય માર્ગ તરફ હોય

    Verse 12

    અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય

    Verse 13

    તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો

    Verse 14

    શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે

    Verse 15

    કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું

    Verse 16

    એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે

    Verse 17

    તે પોતાના ટેકેદારોને બોલાવી લે

    Verse 18

    અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું

    Verse 19

    સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ

    Unexpected Application Error!

    Unexpected token '<', "<!DOCTYPE "... is not valid JSON

    SyntaxError: Unexpected token '<', "<!DOCTYPE "... is not valid JSON