Back to Languages

    Gujarati - Chapter 99

    Translation by Rabila Al Omari

    Verse 1

    જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે

    Verse 2

    અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે

    Verse 3

    માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ

    Verse 4

    તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે

    Verse 5

    એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે

    Verse 6

    તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે

    Verse 7

    બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે

    Verse 8

    અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે