Verse 1 — Surah An-Nas 114:1
તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું
Verse 2 — Surah An-Nas 114:2
લોકોના માલિકના (અને)
Verse 3 — Surah An-Nas 114:3
લોકોના મઅબૂદના (શરણમાં)
Verse 4 — Surah An-Nas 114:4
શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
Verse 5 — Surah An-Nas 114:5
જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે
Verse 6 — Surah An-Nas 114:6
(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી