Back to Languages

Gujarati - Chapter 37 - As-Saffat

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah As-Saffat 37:1

સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના

Verse 2 — Surah As-Saffat 37:2

પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના

Verse 3 — Surah As-Saffat 37:3

પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના

Verse 4 — Surah As-Saffat 37:4

નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે

Verse 5 — Surah As-Saffat 37:5

આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે

Verse 6 — Surah As-Saffat 37:6

અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું

Verse 7 — Surah As-Saffat 37:7

અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી

Verse 8 — Surah As-Saffat 37:8

મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે

Verse 9 — Surah As-Saffat 37:9

ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે

Verse 10 — Surah As-Saffat 37:10

પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે

Verse 11 — Surah As-Saffat 37:11

તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું

Verse 12 — Surah As-Saffat 37:12

પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે

Verse 13 — Surah As-Saffat 37:13

અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા

Verse 14 — Surah As-Saffat 37:14

અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે

Verse 15 — Surah As-Saffat 37:15

અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે

Verse 16 — Surah As-Saffat 37:16

શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે

Verse 17 — Surah As-Saffat 37:17

શું આપણા પહેલાના પૂર્વજોને પણ

Verse 18 — Surah As-Saffat 37:18

તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો

Verse 19 — Surah As-Saffat 37:19

તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે

Verse 20 — Surah As-Saffat 37:20

અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે

Verse 21 — Surah As-Saffat 37:21

આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા

Verse 22 — Surah As-Saffat 37:22

અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા

Verse 23 — Surah As-Saffat 37:23

(તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો

Verse 24 — Surah As-Saffat 37:24

અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે

Verse 25 — Surah As-Saffat 37:25

તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા

Verse 26 — Surah As-Saffat 37:26

પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા

Verse 27 — Surah As-Saffat 37:27

તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે

Verse 28 — Surah As-Saffat 37:28

કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા

Verse 29 — Surah As-Saffat 37:29

તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા

Verse 30 — Surah As-Saffat 37:30

અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા

Verse 31 — Surah As-Saffat 37:31

હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું

Verse 32 — Surah As-Saffat 37:32

બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા

Verse 33 — Surah As-Saffat 37:33

આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે

Verse 34 — Surah As-Saffat 37:34

અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ

Verse 35 — Surah As-Saffat 37:35

આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા

Verse 36 — Surah As-Saffat 37:36

અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ

Verse 37 — Surah As-Saffat 37:37

(ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે

Verse 38 — Surah As-Saffat 37:38

નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો

Verse 39 — Surah As-Saffat 37:39

તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા

Verse 40 — Surah As-Saffat 37:40

પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)

Verse 41 — Surah As-Saffat 37:41

તેમના માટે જ નક્કી કરેલ રોજી છે

Verse 42 — Surah As-Saffat 37:42

(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે

Verse 43 — Surah As-Saffat 37:43

નેઅમતો વાળી જન્નતોમાં

Verse 44 — Surah As-Saffat 37:44

આસનો પર એકબીજાની સામે હશે

Verse 45 — Surah As-Saffat 37:45

શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે

Verse 46 — Surah As-Saffat 37:46

જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે

Verse 47 — Surah As-Saffat 37:47

ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે

Verse 48 — Surah As-Saffat 37:48

અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે

Verse 49 — Surah As-Saffat 37:49

એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા

Verse 50 — Surah As-Saffat 37:50

(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે

Verse 51 — Surah As-Saffat 37:51

તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો

Verse 52 — Surah As-Saffat 37:52

જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે

Verse 53 — Surah As-Saffat 37:53

શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે

Verse 54 — Surah As-Saffat 37:54

કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો

Verse 55 — Surah As-Saffat 37:55

જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે

Verse 56 — Surah As-Saffat 37:56

કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો

Verse 57 — Surah As-Saffat 37:57

જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત

Verse 58 — Surah As-Saffat 37:58

શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી

Verse 59 — Surah As-Saffat 37:59

પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે

Verse 60 — Surah As-Saffat 37:60

પછી તો આ ભવ્ય સફળતા છે

Verse 61 — Surah As-Saffat 37:61

આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ

Verse 62 — Surah As-Saffat 37:62

શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ

Verse 63 — Surah As-Saffat 37:63

જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે

Verse 64 — Surah As-Saffat 37:64

નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે

Verse 65 — Surah As-Saffat 37:65

જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે

Verse 66 — Surah As-Saffat 37:66

(જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે

Verse 67 — Surah As-Saffat 37:67

પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે

Verse 68 — Surah As-Saffat 37:68

પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે

Verse 69 — Surah As-Saffat 37:69

નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા

Verse 70 — Surah As-Saffat 37:70

અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા

Verse 71 — Surah As-Saffat 37:71

તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા

Verse 72 — Surah As-Saffat 37:72

જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા

Verse 73 — Surah As-Saffat 37:73

હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ

Verse 74 — Surah As-Saffat 37:74

અલ્લાહના નિકટના બંદાઓ સિવાય

Verse 75 — Surah As-Saffat 37:75

અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે

Verse 76 — Surah As-Saffat 37:76

અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા

Verse 77 — Surah As-Saffat 37:77

અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા

Verse 78 — Surah As-Saffat 37:78

અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું

Verse 79 — Surah As-Saffat 37:79

નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે

Verse 80 — Surah As-Saffat 37:80

અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ

Verse 81 — Surah As-Saffat 37:81

તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા

Verse 82 — Surah As-Saffat 37:82

પછી અમે બીજાને ડુબાડી દીધા

Verse 83 — Surah As-Saffat 37:83

અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા

Verse 84 — Surah As-Saffat 37:84

જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા

Verse 85 — Surah As-Saffat 37:85

તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો

Verse 86 — Surah As-Saffat 37:86

શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો

Verse 87 — Surah As-Saffat 37:87

તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો

Verse 88 — Surah As-Saffat 37:88

હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી

Verse 89 — Surah As-Saffat 37:89

અને કહ્યું કે હું બિમાર છું

Verse 90 — Surah As-Saffat 37:90

આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા

Verse 91 — Surah As-Saffat 37:91

(ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા

Verse 92 — Surah As-Saffat 37:92

તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા

Verse 93 — Surah As-Saffat 37:93

પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા

Verse 94 — Surah As-Saffat 37:94

તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા

Verse 95 — Surah As-Saffat 37:95

(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો

Verse 96 — Surah As-Saffat 37:96

જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું

Verse 97 — Surah As-Saffat 37:97

તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો

Verse 98 — Surah As-Saffat 37:98

તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા

Verse 99 — Surah As-Saffat 37:99

અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે

Verse 100 — Surah As-Saffat 37:100

હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ

Verse 101 — Surah As-Saffat 37:101

તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી

Verse 102 — Surah As-Saffat 37:102

પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો

Verse 103 — Surah As-Saffat 37:103

જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો

Verse 104 — Surah As-Saffat 37:104

તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ

Verse 105 — Surah As-Saffat 37:105

ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ

Verse 106 — Surah As-Saffat 37:106

ખરેખર આ ખુલ્લી કસોટી હતી

Verse 107 — Surah As-Saffat 37:107

અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી

Verse 108 — Surah As-Saffat 37:108

અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું

Verse 109 — Surah As-Saffat 37:109

ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે

Verse 110 — Surah As-Saffat 37:110

અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ

Verse 111 — Surah As-Saffat 37:111

નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા

Verse 112 — Surah As-Saffat 37:112

અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે

Verse 113 — Surah As-Saffat 37:113

અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે

Verse 114 — Surah As-Saffat 37:114

નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો

Verse 115 — Surah As-Saffat 37:115

અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો

Verse 116 — Surah As-Saffat 37:116

અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા

Verse 117 — Surah As-Saffat 37:117

અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી

Verse 118 — Surah As-Saffat 37:118

અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા

Verse 119 — Surah As-Saffat 37:119

અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી

Verse 120 — Surah As-Saffat 37:120

કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ

Verse 121 — Surah As-Saffat 37:121

નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ

Verse 122 — Surah As-Saffat 37:122

નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા

Verse 123 — Surah As-Saffat 37:123

નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા

Verse 124 — Surah As-Saffat 37:124

જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી

Verse 125 — Surah As-Saffat 37:125

શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો

Verse 126 — Surah As-Saffat 37:126

અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે

Verse 127 — Surah As-Saffat 37:127

પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે

Verse 128 — Surah As-Saffat 37:128

અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય

Verse 129 — Surah As-Saffat 37:129

અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું

Verse 130 — Surah As-Saffat 37:130

ઇલ્યાસ પર સલામ

Verse 131 — Surah As-Saffat 37:131

અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ

Verse 132 — Surah As-Saffat 37:132

નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા

Verse 133 — Surah As-Saffat 37:133

નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા

Verse 134 — Surah As-Saffat 37:134

અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો

Verse 135 — Surah As-Saffat 37:135

તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ

Verse 136 — Surah As-Saffat 37:136

પછી અમે બીજાને નષ્ટ કરી દીધા

Verse 137 — Surah As-Saffat 37:137

અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો

Verse 138 — Surah As-Saffat 37:138

અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા

Verse 139 — Surah As-Saffat 37:139

અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા

Verse 140 — Surah As-Saffat 37:140

જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા

Verse 141 — Surah As-Saffat 37:141

પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા

Verse 142 — Surah As-Saffat 37:142

તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા

Verse 143 — Surah As-Saffat 37:143

બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા

Verse 144 — Surah As-Saffat 37:144

તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા

Verse 145 — Surah As-Saffat 37:145

બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા

Verse 146 — Surah As-Saffat 37:146

અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું

Verse 147 — Surah As-Saffat 37:147

અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા

Verse 148 — Surah As-Saffat 37:148

બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું

Verse 149 — Surah As-Saffat 37:149

તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે

Verse 150 — Surah As-Saffat 37:150

અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું

Verse 151 — Surah As-Saffat 37:151

જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે

Verse 152 — Surah As-Saffat 37:152

કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે

Verse 153 — Surah As-Saffat 37:153

શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી

Verse 154 — Surah As-Saffat 37:154

તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો

Verse 155 — Surah As-Saffat 37:155

શું તમે સમજતા પણ નથી

Verse 156 — Surah As-Saffat 37:156

અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે

Verse 157 — Surah As-Saffat 37:157

તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો

Verse 158 — Surah As-Saffat 37:158

અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે

Verse 159 — Surah As-Saffat 37:159

જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે

Verse 160 — Surah As-Saffat 37:160

અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય

Verse 161 — Surah As-Saffat 37:161

ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો

Verse 162 — Surah As-Saffat 37:162

કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા

Verse 163 — Surah As-Saffat 37:163

જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય

Verse 164 — Surah As-Saffat 37:164

(ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે

Verse 165 — Surah As-Saffat 37:165

અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે

Verse 166 — Surah As-Saffat 37:166

અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે

Verse 167 — Surah As-Saffat 37:167

ઇન્કાર કરનાર કહેતા હતા

Verse 168 — Surah As-Saffat 37:168

કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું

Verse 169 — Surah As-Saffat 37:169

તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં

Verse 170 — Surah As-Saffat 37:170

પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે

Verse 171 — Surah As-Saffat 37:171

અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે

Verse 172 — Surah As-Saffat 37:172

કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે

Verse 173 — Surah As-Saffat 37:173

અને અમારું જ લશ્કર વિજય મેળવશે

Verse 174 — Surah As-Saffat 37:174

હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો

Verse 175 — Surah As-Saffat 37:175

અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે

Verse 176 — Surah As-Saffat 37:176

શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે

Verse 177 — Surah As-Saffat 37:177

સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા

Verse 178 — Surah As-Saffat 37:178

તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો

Verse 179 — Surah As-Saffat 37:179

અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે

Verse 180 — Surah As-Saffat 37:180

પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે

Verse 181 — Surah As-Saffat 37:181

પયગંબરો પર સલામ છે

Verse 182 — Surah As-Saffat 37:182

અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે