Back to Languages

Gujarati - Chapter 50 - Qaf

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Qaf 50:1

કૉફ ! ખુબ જ પ્રભુત્વશાળી આ કુરઆનના સોંગદ છે

Verse 2 — Surah Qaf 50:2

પરંતુ તેઓને આશ્ર્ચર્ય થયું કે તેઓ પાસે તેમના માંથી જ એક સચેત કરનાર આવ્યો. તો ઇન્કારીઓ એ કહ્યુ કે આ એક વિચિત્ર વસ્તુ છે

Verse 3 — Surah Qaf 50:3

શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું ? પછી આ પાછા ફરવાનું (સમજની બહાર) છે

Verse 4 — Surah Qaf 50:4

ધરતી જે કંઇ પણ તેમાંથી ઘટાડે છે તેને અમે જાણીએ છીએ, અને અમારી પાસે દરેક વસ્તુ યાદરાખનારૂ પુસ્તક છે

Verse 5 — Surah Qaf 50:5

પરંતુ તેઓએ સાચીવાતને જૂઠ ઠેરાવી છે, જ્યારે કે તે તેમની પાસે પહોંચી ગઇ, બસ ! તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે

Verse 6 — Surah Qaf 50:6

શું તેઓએ આકાશને પોતાની ઉપર નથી જોયું ? કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે, અને શણગાર્યું છે, તેમાં કોઇ ફાટ નથી

Verse 7 — Surah Qaf 50:7

અને ધરતીને અમે પાથરી દીધી છે અને તેમાં અમે પહાડો નાખી દીધા છે, અને તેમાં અમે અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડી છે

Verse 8 — Surah Qaf 50:8

જેથી દરેક પાછા ફરનાર માટે જોવા અને સમજવા માટેનું કારણ બને

Verse 9 — Surah Qaf 50:9

અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને કાપવાવાળી ખેતીનું અનાજ પેદા કર્યુ

Verse 10 — Surah Qaf 50:10

અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે

Verse 11 — Surah Qaf 50:11

બંદાઓની રોજી માટે અને અમે પાણી વડે મૃત શહેરને જીવિત કરી દીધુ, આવી જ રીતે (કબરો માંથી) નીકળવાનું છે

Verse 12 — Surah Qaf 50:12

આ પહેલા નૂહની કોમે અને રસવાળાઓએ (એક કોમનું નામ) અને ષમૂદીયોએ

Verse 13 — Surah Qaf 50:13

આદ અને ફિરઔને, અને લૂતના લોકોએ

Verse 14 — Surah Qaf 50:14

અને અયકહવાળાઓએ અને તુબ્બઅ ની કોમવાળાએ પણ જુઠલાવ્યુ હતું, સૌએ પયગંબરોને જૂઠલાવ્યા, બસ ! મારી યાતનાનું વચન તેઓ પર સાચુ થઇ ગયું

Verse 15 — Surah Qaf 50:15

શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા ? પરંતુ આ લોકો નવા સર્જન વિશે શંકામાં છે

Verse 16 — Surah Qaf 50:16

અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે

Verse 17 — Surah Qaf 50:17

જે સમયે બે લેનારા લઇ લે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ બેઠેલા છે

Verse 18 — Surah Qaf 50:18

(માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર બે દેખરેખ રાખનારા તૈયાર છે

Verse 19 — Surah Qaf 50:19

અને મૃતની બેહોશી સત્ય લઇને આવી પહોંચી, આ જ જેનાથી તું કતરાતો હતો

Verse 20 — Surah Qaf 50:20

અને સૂરમાં ફૂંક મારવામાં આવશે, યાતનાના વચનનો દિવસ આ જ છે

Verse 21 — Surah Qaf 50:21

અને દરેક વ્યક્તિ એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર

Verse 22 — Surah Qaf 50:22

નિ:શંક તમે તેનાથી બેદરકાર હતા, પરંતુ અમે તમારી સામેથી પરદોહટાવી લીધો, બસ ! આજે તારી નઝર ખુબ જ તેઝ છે

Verse 23 — Surah Qaf 50:23

તેની સાથે જે ફરિશ્તો છે તે કહેશે આ હાજર છે જે મારી પાસે હતું

Verse 24 — Surah Qaf 50:24

ધકેલી દો જહન્નમમાં દરેક ઇન્કારી પ્રથભ્રષ્ટ ને

Verse 25 — Surah Qaf 50:25

જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા

Verse 26 — Surah Qaf 50:26

જેણે અલ્લાહ સાથે બીજાને પૂજ્ય બનાવી રાખ્યા હતા, બસ ! તેને સખત યાતનામાં ધકેલી દો

Verse 27 — Surah Qaf 50:27

તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને પથભ્રષ્ટ નહતો કર્યો, પરંતુ આ પોતે જ ખુલ્લા ગેરમાર્ગે હતો

Verse 28 — Surah Qaf 50:28

(અલ્લાહ) કહેશે બસ ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (યાતનાનું વચન) મોકલી ચુકયો હતો

Verse 29 — Surah Qaf 50:29

મારી પાસે વાત બદલાતી નથી અને ન તો હું મારા બંદાઓ પર થોડોક પણ અત્યાચાર કરવાવાળો છું

Verse 30 — Surah Qaf 50:30

પછી હમે જહન્નમ થી પૂછીશું શું તું ભરાઇ ગઇ ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે

Verse 31 — Surah Qaf 50:31

અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય

Verse 32 — Surah Qaf 50:32

આ તે છે જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે પાછો ફરનાર અને નિયંત્રણ રાખનાર હશે

Verse 33 — Surah Qaf 50:33

જે રહમાનથી વણદેખે ડરતો હોય અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે

Verse 34 — Surah Qaf 50:34

તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, આ હંમેશા માટે નો દિવસ છે

Verse 35 — Surah Qaf 50:35

આ (લોકો) ત્યાં ઇચ્છશે, તેઓનું જ છે, (પરંતુ) અમારી પાસે ઘણું બધું છે

Verse 36 — Surah Qaf 50:36

અને આ પહેલા પણ અમે ઘણા સમૂદાયોને નષ્ટ કરી ચુકયા છે, જે આ લોકોથી હિમ્મતમાં ઘણી વધારે હતી

Verse 37 — Surah Qaf 50:37

આમાં હૃદયવાળા માટે શિખામણ છે, અને તેના માટે જે ધ્યાનધરીને સાંભળે અને તે હાજર હોય

Verse 38 — Surah Qaf 50:38

નિ:શંક અમે આકાશ અને ધરતી અને જે કંઇ તેઓની વચ્ચે છે સૌનું છ દિવસમાં સર્જન કરી દીધું અને અમે થાકયા પણ નહી

Verse 39 — Surah Qaf 50:39

બસ ! આ જે કંઇ પણ કહે છે તમે તેના પર ધીરજ રાખો અને પોતાના પાલનહારના નામનું સ્મરણ પ્રશંસા સાથે કરો, સુર્યોદય અને સુર્યાસ્ત પહેલા પણ

Verse 40 — Surah Qaf 50:40

અને રાતના કોઇ પણ સમયે સ્મરણ કરો અને નમાઝ પછી પણ

Verse 41 — Surah Qaf 50:41

અને સાંભળો કે જે દિવસ એક પોકારવાવાળો નજીકની જગ્યાએથી પોકારશે

Verse 42 — Surah Qaf 50:42

જે દિવસે તે સખત ચીસને નિશ્ર્ચિતપણે સાંભળી લેશે, આ દિવસ નીકળવાનો હશે

Verse 43 — Surah Qaf 50:43

અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી જ પાસે પાછા ફરીને આવવાનું છે

Verse 44 — Surah Qaf 50:44

જે દિવસે ધરતી ફાટી પડશે અને આ દોડતા (નીકળી પડશે), આ ભેગા કરી દેવું અમારા માટે ખુબ જ સરળ છે

Verse 45 — Surah Qaf 50:45

આ લોકો જે કંઇ કહી રહ્યા છે અમે ખુબ જ સારી રીતે જાણીએ છીએ અને તમે તેઓના પર સમર્થ નથી, તો તમે કુરઆન વડે તેઓને સમજાવતા રહો, જે મારી યાતના (ચેતવણીનું વચન) થી ડરે છે