Back to Languages

Gujarati - Chapter 51 - Adh-Dhariyat

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Adh-Dhariyat 51:1

સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)

Verse 2 — Surah Adh-Dhariyat 51:2

પછી ભાર ઉઠાવનારના

Verse 3 — Surah Adh-Dhariyat 51:3

પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)

Verse 4 — Surah Adh-Dhariyat 51:4

પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)

Verse 5 — Surah Adh-Dhariyat 51:5

નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે

Verse 6 — Surah Adh-Dhariyat 51:6

અને નિ:શંક ન્યાય થશે

Verse 7 — Surah Adh-Dhariyat 51:7

સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના

Verse 8 — Surah Adh-Dhariyat 51:8

નિ:શંક તમે વિવિધ વાતો કરો છો

Verse 9 — Surah Adh-Dhariyat 51:9

આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય

Verse 10 — Surah Adh-Dhariyat 51:10

નષ્ટ થાય અટકળો કરનારા

Verse 11 — Surah Adh-Dhariyat 51:11

જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે

Verse 12 — Surah Adh-Dhariyat 51:12

પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે

Verse 13 — Surah Adh-Dhariyat 51:13

હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે

Verse 14 — Surah Adh-Dhariyat 51:14

પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા

Verse 15 — Surah Adh-Dhariyat 51:15

નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે

Verse 16 — Surah Adh-Dhariyat 51:16

તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા

Verse 17 — Surah Adh-Dhariyat 51:17

તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા

Verse 18 — Surah Adh-Dhariyat 51:18

અને સહરી ના સમયે માફી માંગતા હતા

Verse 19 — Surah Adh-Dhariyat 51:19

અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો

Verse 20 — Surah Adh-Dhariyat 51:20

અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે

Verse 21 — Surah Adh-Dhariyat 51:21

અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી

Verse 22 — Surah Adh-Dhariyat 51:22

તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે

Verse 23 — Surah Adh-Dhariyat 51:23

આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો

Verse 24 — Surah Adh-Dhariyat 51:24

શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે

Verse 25 — Surah Adh-Dhariyat 51:25

તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે

Verse 26 — Surah Adh-Dhariyat 51:26

પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા

Verse 27 — Surah Adh-Dhariyat 51:27

અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી

Verse 28 — Surah Adh-Dhariyat 51:28

પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી

Verse 29 — Surah Adh-Dhariyat 51:29

બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ

Verse 30 — Surah Adh-Dhariyat 51:30

તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે

Verse 31 — Surah Adh-Dhariyat 51:31

(હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે

Verse 32 — Surah Adh-Dhariyat 51:32

તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે

Verse 33 — Surah Adh-Dhariyat 51:33

જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ

Verse 34 — Surah Adh-Dhariyat 51:34

જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે

Verse 35 — Surah Adh-Dhariyat 51:35

બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા

Verse 36 — Surah Adh-Dhariyat 51:36

અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું

Verse 37 — Surah Adh-Dhariyat 51:37

અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી

Verse 38 — Surah Adh-Dhariyat 51:38

મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા

Verse 39 — Surah Adh-Dhariyat 51:39

બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે

Verse 40 — Surah Adh-Dhariyat 51:40

છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક

Verse 41 — Surah Adh-Dhariyat 51:41

આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો

Verse 42 — Surah Adh-Dhariyat 51:42

તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી

Verse 43 — Surah Adh-Dhariyat 51:43

અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો

Verse 44 — Surah Adh-Dhariyat 51:44

પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા

Verse 45 — Surah Adh-Dhariyat 51:45

બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા

Verse 46 — Surah Adh-Dhariyat 51:46

અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા

Verse 47 — Surah Adh-Dhariyat 51:47

આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે

Verse 48 — Surah Adh-Dhariyat 51:48

અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે

Verse 49 — Surah Adh-Dhariyat 51:49

અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો

Verse 50 — Surah Adh-Dhariyat 51:50

બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું

Verse 51 — Surah Adh-Dhariyat 51:51

અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું

Verse 52 — Surah Adh-Dhariyat 51:52

આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે

Verse 53 — Surah Adh-Dhariyat 51:53

શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે

Verse 54 — Surah Adh-Dhariyat 51:54

તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી

Verse 55 — Surah Adh-Dhariyat 51:55

અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે

Verse 56 — Surah Adh-Dhariyat 51:56

મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે

Verse 57 — Surah Adh-Dhariyat 51:57

ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે

Verse 58 — Surah Adh-Dhariyat 51:58

અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે

Verse 59 — Surah Adh-Dhariyat 51:59

બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે

Verse 60 — Surah Adh-Dhariyat 51:60

બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે