Back to Languages

Gujarati - Chapter 52 - At-Tur

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah At-Tur 52:1

સોગંદ છે તૂર (એક પર્વતનું નામ) ના

Verse 2 — Surah At-Tur 52:2

અને લખવામાં આવેલ કિતાબના

Verse 3 — Surah At-Tur 52:3

જે પાતળી ખાલ ઉપર (લખાયેલ) છે

Verse 4 — Surah At-Tur 52:4

અને આબાદ ઘરના

Verse 5 — Surah At-Tur 52:5

અને ઊંચી છતના

Verse 6 — Surah At-Tur 52:6

અને ભડકાવવામાં આવેલ સમુદ્રના

Verse 7 — Surah At-Tur 52:7

નિ:શંક તમારા પાલનહારની યાતના થઇને જ રહેશે

Verse 8 — Surah At-Tur 52:8

તેને કોઇ રોકનાર નથી

Verse 9 — Surah At-Tur 52:9

જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે

Verse 10 — Surah At-Tur 52:10

અને પર્વતો ચાલવા લાગશે

Verse 11 — Surah At-Tur 52:11

તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે

Verse 12 — Surah At-Tur 52:12

જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે

Verse 13 — Surah At-Tur 52:13

જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે

Verse 14 — Surah At-Tur 52:14

આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા

Verse 15 — Surah At-Tur 52:15

(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી

Verse 16 — Surah At-Tur 52:16

જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે

Verse 17 — Surah At-Tur 52:17

નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે

Verse 18 — Surah At-Tur 52:18

જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે

Verse 19 — Surah At-Tur 52:19

તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા

Verse 20 — Surah At-Tur 52:20

ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે

Verse 21 — Surah At-Tur 52:21

જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે

Verse 22 — Surah At-Tur 52:22

અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું

Verse 23 — Surah At-Tur 52:23

મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ

Verse 24 — Surah At-Tur 52:24

અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા

Verse 25 — Surah At-Tur 52:25

અને અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે

Verse 26 — Surah At-Tur 52:26

કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા

Verse 27 — Surah At-Tur 52:27

બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા

Verse 28 — Surah At-Tur 52:28

અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે

Verse 29 — Surah At-Tur 52:29

તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ

Verse 30 — Surah At-Tur 52:30

શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે

Verse 31 — Surah At-Tur 52:31

કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું

Verse 32 — Surah At-Tur 52:32

શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે

Verse 33 — Surah At-Tur 52:33

શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા

Verse 34 — Surah At-Tur 52:34

હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે

Verse 35 — Surah At-Tur 52:35

શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે

Verse 36 — Surah At-Tur 52:36

શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે

Verse 37 — Surah At-Tur 52:37

અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે

Verse 38 — Surah At-Tur 52:38

અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે

Verse 39 — Surah At-Tur 52:39

શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે

Verse 40 — Surah At-Tur 52:40

શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય

Verse 41 — Surah At-Tur 52:41

શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય

Verse 42 — Surah At-Tur 52:42

શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે

Verse 43 — Surah At-Tur 52:43

શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે

Verse 44 — Surah At-Tur 52:44

જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે

Verse 45 — Surah At-Tur 52:45

તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે

Verse 46 — Surah At-Tur 52:46

જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે

Verse 47 — Surah At-Tur 52:47

નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે

Verse 48 — Surah At-Tur 52:48

તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો

Verse 49 — Surah At-Tur 52:49

અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ