Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 69 - Al-Haqqah
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Haqqah 69:1
સાબિત થવાવાળી
Verse 2 — Surah Al-Haqqah 69:2
સાબિત થવાવાળી શું છે
Verse 3 — Surah Al-Haqqah 69:3
અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે
Verse 4 — Surah Al-Haqqah 69:4
તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી
Verse 5 — Surah Al-Haqqah 69:5
(જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા
Verse 6 — Surah Al-Haqqah 69:6
અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા
Verse 7 — Surah Al-Haqqah 69:7
જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય
Verse 8 — Surah Al-Haqqah 69:8
શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે
Verse 9 — Surah Al-Haqqah 69:9
ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો
Verse 10 — Surah Al-Haqqah 69:10
અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા
Verse 11 — Surah Al-Haqqah 69:11
જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા
Verse 12 — Surah Al-Haqqah 69:12
જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે
Verse 13 — Surah Al-Haqqah 69:13
બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે
Verse 14 — Surah Al-Haqqah 69:14
અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે
Verse 15 — Surah Al-Haqqah 69:15
તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે
Verse 16 — Surah Al-Haqqah 69:16
અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે
Verse 17 — Surah Al-Haqqah 69:17
તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે
Verse 18 — Surah Al-Haqqah 69:18
તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે
Verse 19 — Surah Al-Haqqah 69:19
તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”
Verse 20 — Surah Al-Haqqah 69:20
મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ
Verse 21 — Surah Al-Haqqah 69:21
બસ ! તે એક મનગમતા જીવનમાં હશે
Verse 22 — Surah Al-Haqqah 69:22
ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
Verse 23 — Surah Al-Haqqah 69:23
જેના ગુચ્છા નમી પડેલા હશે
Verse 24 — Surah Al-Haqqah 69:24
(તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા
Verse 25 — Surah Al-Haqqah 69:25
પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”
Verse 26 — Surah Al-Haqqah 69:26
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે
Verse 27 — Surah Al-Haqqah 69:27
કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત
Verse 28 — Surah Al-Haqqah 69:28
મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ
Verse 29 — Surah Al-Haqqah 69:29
મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી
Verse 30 — Surah Al-Haqqah 69:30
આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો
Verse 31 — Surah Al-Haqqah 69:31
પછી તેને દોઝખમાં નાખી દો
Verse 32 — Surah Al-Haqqah 69:32
પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે
Verse 33 — Surah Al-Haqqah 69:33
નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો
Verse 34 — Surah Al-Haqqah 69:34
અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો
Verse 35 — Surah Al-Haqqah 69:35
બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે
Verse 36 — Surah Al-Haqqah 69:36
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
Verse 37 — Surah Al-Haqqah 69:37
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
Verse 38 — Surah Al-Haqqah 69:38
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
Verse 39 — Surah Al-Haqqah 69:39
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
Verse 40 — Surah Al-Haqqah 69:40
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
Verse 41 — Surah Al-Haqqah 69:41
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
Verse 42 — Surah Al-Haqqah 69:42
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
Verse 43 — Surah Al-Haqqah 69:43
(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે
Verse 44 — Surah Al-Haqqah 69:44
અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત
Verse 45 — Surah Al-Haqqah 69:45
તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા
Verse 46 — Surah Al-Haqqah 69:46
પછી તેની ધોરી નસ કાપી નાખતા
Verse 47 — Surah Al-Haqqah 69:47
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત
Verse 48 — Surah Al-Haqqah 69:48
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
Verse 49 — Surah Al-Haqqah 69:49
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
Verse 50 — Surah Al-Haqqah 69:50
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
Verse 51 — Surah Al-Haqqah 69:51
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
Verse 52 — Surah Al-Haqqah 69:52
બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર