Back to Languages

Gujarati - Chapter 86 - At-Tariq

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah At-Tariq 86:1

સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના

Verse 2 — Surah At-Tariq 86:2

તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે

Verse 3 — Surah At-Tariq 86:3

તે ચમકતો તારો છે

Verse 4 — Surah At-Tariq 86:4

કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય

Verse 5 — Surah At-Tariq 86:5

માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે

Verse 6 — Surah At-Tariq 86:6

તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે

Verse 7 — Surah At-Tariq 86:7

જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે

Verse 8 — Surah At-Tariq 86:8

ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે

Verse 9 — Surah At-Tariq 86:9

જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે

Verse 10 — Surah At-Tariq 86:10

તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક

Verse 11 — Surah At-Tariq 86:11

વરસાદવાળા આકાશના સોગંદ

Verse 12 — Surah At-Tariq 86:12

અને ફાટવાવાળી જમીનના સોગંદ

Verse 13 — Surah At-Tariq 86:13

વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે

Verse 14 — Surah At-Tariq 86:14

આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી

Verse 15 — Surah At-Tariq 86:15

ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે

Verse 16 — Surah At-Tariq 86:16

અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું

Verse 17 — Surah At-Tariq 86:17

તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે