Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 90 - Al-Balad
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Balad 90:1
હું આ શહેરના સોગંદ ખાઉં છું
Verse 2 — Surah Al-Balad 90:2
અને તમે આ શહેરમાં રહો છો
Verse 3 — Surah Al-Balad 90:3
અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના
Verse 4 — Surah Al-Balad 90:4
નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે
Verse 5 — Surah Al-Balad 90:5
શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે
Verse 6 — Surah Al-Balad 90:6
કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું
Verse 7 — Surah Al-Balad 90:7
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી
Verse 8 — Surah Al-Balad 90:8
શું અમે તેની બન્ને આંખો નથી બનાવી
Verse 9 — Surah Al-Balad 90:9
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
Verse 10 — Surah Al-Balad 90:10
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
Verse 11 — Surah Al-Balad 90:11
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
Verse 12 — Surah Al-Balad 90:12
અને શું ખબર પડી કે ઘાટી શું છે
Verse 13 — Surah Al-Balad 90:13
કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
Verse 14 — Surah Al-Balad 90:14
અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું
Verse 15 — Surah Al-Balad 90:15
કોઇ સંબધીઓ માં ના અનાથ ને
Verse 16 — Surah Al-Balad 90:16
અથવા તો રઝળતા ગરીબ ને
Verse 17 — Surah Al-Balad 90:17
ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
Verse 18 — Surah Al-Balad 90:18
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
Verse 19 — Surah Al-Balad 90:19
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
Verse 20 — Surah Al-Balad 90:20
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે