Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 91 - Ash-Shams
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Ash-Shams 91:1
સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના
Verse 2 — Surah Ash-Shams 91:2
સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે
Verse 3 — Surah Ash-Shams 91:3
સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે
Verse 4 — Surah Ash-Shams 91:4
સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં
Verse 5 — Surah Ash-Shams 91:5
સોગંદ છે આકાશના અને તેના સર્જનના
Verse 6 — Surah Ash-Shams 91:6
સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના
Verse 7 — Surah Ash-Shams 91:7
સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના
Verse 8 — Surah Ash-Shams 91:8
ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની
Verse 9 — Surah Ash-Shams 91:9
જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો
Verse 10 — Surah Ash-Shams 91:10
અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
Verse 11 — Surah Ash-Shams 91:11
(કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું
Verse 12 — Surah Ash-Shams 91:12
જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો
Verse 13 — Surah Ash-Shams 91:13
તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો)
Verse 14 — Surah Ash-Shams 91:14
તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી
Verse 15 — Surah Ash-Shams 91:15
તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી