Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 54 - Al-Qamar
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Qamar 54:1
કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો
Verse 2 — Surah Al-Qamar 54:2
આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે
Verse 3 — Surah Al-Qamar 54:3
તેઓએ જુઠલાવ્યુ અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યો. અને દરેક કાર્ય નક્કી કરેલ સમય પ્રમાણે છે
Verse 4 — Surah Al-Qamar 54:4
નિ:શંક તેમની પાસે તે વાતો આવી પહોંચી છે જેમાં ઝાટકણી (ની શિખામણ) છે
Verse 5 — Surah Al-Qamar 54:5
અને સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ આ ડરાવનારી વાતોએ પણ કોઇ ફાયદો ન પહોંચાડયો
Verse 6 — Surah Al-Qamar 54:6
બસ ! (હે પયગંબર) તમે તેમનાથી છેટા રહો. જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે
Verse 7 — Surah Al-Qamar 54:7
આ નમેલી આંખો કબરોમાંથી એવી રીતે નીકળશે જેવાકે વિખેરાયેલા તીડાં છે
Verse 8 — Surah Al-Qamar 54:8
પોકારવાવાળા તરફ દોડતા હશે અને ઇન્કારીઓ કહેશે આ દિવસ ઘણો જ સખત છે
Verse 9 — Surah Al-Qamar 54:9
આ લોકો પહેલા નૂહની કોમના લોકોએ પણ અમારા બંદાને જુઠલાવ્યા હતા અને પાગલ કહીં ઝાટકી નાખ્યો હતો
Verse 10 — Surah Al-Qamar 54:10
બસ ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર છું તું મારી મદદ કર
Verse 11 — Surah Al-Qamar 54:11
બસ ! અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા
Verse 12 — Surah Al-Qamar 54:12
અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું
Verse 13 — Surah Al-Qamar 54:13
અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા
Verse 14 — Surah Al-Qamar 54:14
જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો તે લોકો માટેજેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો
Verse 15 — Surah Al-Qamar 54:15
અને નિ:શંક અમે આ કિસ્સાને નિશાની બનાવી બાકી રાખ્યો, બસ ! કોઇ છે શિખામણ પ્રાપ્ત કરનાર
Verse 16 — Surah Al-Qamar 54:16
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
Verse 17 — Surah Al-Qamar 54:17
અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
Verse 18 — Surah Al-Qamar 54:18
આદની કોમે પણ જુઠલાવ્યું, બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
Verse 19 — Surah Al-Qamar 54:19
અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું
Verse 20 — Surah Al-Qamar 54:20
જે લોકોને ઉપાડી-ઉપાડીને એવી રીતે ફેંકતુ હતું જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો
Verse 21 — Surah Al-Qamar 54:21
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
Verse 22 — Surah Al-Qamar 54:22
નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
Verse 23 — Surah Al-Qamar 54:23
ષમૂદની કોમે ચેતવણી આપનારને જુઠલાવ્યા
Verse 24 — Surah Al-Qamar 54:24
અને કહેવા લાગ્યા શું અમારા માંથી એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે નિ:શંક ભૂલ અને પાગલપણામાં પડેલા હોઇશું
Verse 25 — Surah Al-Qamar 54:25
શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી ? ના પરંતુ તે તો જુઠો અહંકારી છે
Verse 26 — Surah Al-Qamar 54:26
હવે સૌ જાણી લે શે કાલે કે કોણ જુઠો અને અહંકારી હતો
Verse 27 — Surah Al-Qamar 54:27
નિ:શંક અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલીશું. બસ ! (હે સાલિહ અ.સ.) તમે રાહ જૂઓ અને ધૈર્ય રાખો
Verse 28 — Surah Al-Qamar 54:28
હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેઓની વચ્ચે વહેંચણી માટે છે, દરેક પોતાની વારી પર હાજર થશે
Verse 29 — Surah Al-Qamar 54:29
તેમણે પોતાના સાથીને બોલાવ્યો જેણે હુમલો કર્યો અને પગ કાપી નાખ્યા
Verse 30 — Surah Al-Qamar 54:30
બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
Verse 31 — Surah Al-Qamar 54:31
અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ
Verse 32 — Surah Al-Qamar 54:32
અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
Verse 33 — Surah Al-Qamar 54:33
લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા
Verse 34 — Surah Al-Qamar 54:34
નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. લૂતના ઘરવાળા સિવાય તેમને અમે સહરીના સમયે
Verse 35 — Surah Al-Qamar 54:35
મારા ઉપકારથી બચાવી લીધા, દરેક આભારીને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ
Verse 36 — Surah Al-Qamar 54:36
નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો
Verse 37 — Surah Al-Qamar 54:37
અને (લૂત) ને તેઓએ તેના મહેમાનો વિશે ઊશ્કેર્યા, બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) મારી યાતના અને મારી પકડની મજા ચાખો
Verse 38 — Surah Al-Qamar 54:38
અને સાચ્ચી વાત છે કે તેઓને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ યાતનાએ નષ્ટ કરી દીધા
Verse 39 — Surah Al-Qamar 54:39
બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો
Verse 40 — Surah Al-Qamar 54:40
અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
Verse 41 — Surah Al-Qamar 54:41
અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા
Verse 42 — Surah Al-Qamar 54:42
તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા
Verse 43 — Surah Al-Qamar 54:43
હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે
Verse 44 — Surah Al-Qamar 54:44
અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે
Verse 45 — Surah Al-Qamar 54:45
નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે
Verse 46 — Surah Al-Qamar 54:46
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
Verse 47 — Surah Al-Qamar 54:47
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
Verse 48 — Surah Al-Qamar 54:48
જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
Verse 49 — Surah Al-Qamar 54:49
નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે
Verse 50 — Surah Al-Qamar 54:50
અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં
Verse 51 — Surah Al-Qamar 54:51
અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર
Verse 52 — Surah Al-Qamar 54:52
જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે
Verse 53 — Surah Al-Qamar 54:53
(આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે
Verse 54 — Surah Al-Qamar 54:54
નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે
Verse 55 — Surah Al-Qamar 54:55
સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે