Back to Languages

Gujarati - Chapter 55 - Ar-Rahman

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Ar-Rahman 55:1

અત્યંત દયાળુએ

Verse 2 — Surah Ar-Rahman 55:2

કુરઆન શીખવાડયું

Verse 3 — Surah Ar-Rahman 55:3

તેણે જ માનવીનું સર્જન કર્યુ

Verse 4 — Surah Ar-Rahman 55:4

અને તેને બોલતા શીખવાડયું

Verse 5 — Surah Ar-Rahman 55:5

સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે

Verse 6 — Surah Ar-Rahman 55:6

તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે

Verse 7 — Surah Ar-Rahman 55:7

તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા

Verse 8 — Surah Ar-Rahman 55:8

જેથી તમે તોલવામાં અતિરેક ન કરો

Verse 9 — Surah Ar-Rahman 55:9

ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો

Verse 10 — Surah Ar-Rahman 55:10

અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી

Verse 11 — Surah Ar-Rahman 55:11

જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે

Verse 12 — Surah Ar-Rahman 55:12

અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે

Verse 13 — Surah Ar-Rahman 55:13

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 14 — Surah Ar-Rahman 55:14

તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી

Verse 15 — Surah Ar-Rahman 55:15

અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા

Verse 16 — Surah Ar-Rahman 55:16

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 17 — Surah Ar-Rahman 55:17

તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો

Verse 18 — Surah Ar-Rahman 55:18

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 19 — Surah Ar-Rahman 55:19

તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે

Verse 20 — Surah Ar-Rahman 55:20

તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા

Verse 21 — Surah Ar-Rahman 55:21

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 22 — Surah Ar-Rahman 55:22

તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે

Verse 23 — Surah Ar-Rahman 55:23

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 24 — Surah Ar-Rahman 55:24

અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે

Verse 25 — Surah Ar-Rahman 55:25

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 26 — Surah Ar-Rahman 55:26

ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે

Verse 27 — Surah Ar-Rahman 55:27

ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે

Verse 28 — Surah Ar-Rahman 55:28

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 29 — Surah Ar-Rahman 55:29

દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે

Verse 30 — Surah Ar-Rahman 55:30

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 31 — Surah Ar-Rahman 55:31

(જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું

Verse 32 — Surah Ar-Rahman 55:32

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 33 — Surah Ar-Rahman 55:33

હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા

Verse 34 — Surah Ar-Rahman 55:34

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 35 — Surah Ar-Rahman 55:35

તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે સામનો નહી કરી શકો

Verse 36 — Surah Ar-Rahman 55:36

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 37 — Surah Ar-Rahman 55:37

બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું

Verse 38 — Surah Ar-Rahman 55:38

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 39 — Surah Ar-Rahman 55:39

તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે

Verse 40 — Surah Ar-Rahman 55:40

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 41 — Surah Ar-Rahman 55:41

પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે

Verse 42 — Surah Ar-Rahman 55:42

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 43 — Surah Ar-Rahman 55:43

આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા

Verse 44 — Surah Ar-Rahman 55:44

તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે

Verse 45 — Surah Ar-Rahman 55:45

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 46 — Surah Ar-Rahman 55:46

અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે

Verse 47 — Surah Ar-Rahman 55:47

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 48 — Surah Ar-Rahman 55:48

(બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે

Verse 49 — Surah Ar-Rahman 55:49

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 50 — Surah Ar-Rahman 55:50

તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે

Verse 51 — Surah Ar-Rahman 55:51

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 52 — Surah Ar-Rahman 55:52

બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે

Verse 53 — Surah Ar-Rahman 55:53

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 54 — Surah Ar-Rahman 55:54

જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ નજીક હશે

Verse 55 — Surah Ar-Rahman 55:55

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 56 — Surah Ar-Rahman 55:56

ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય

Verse 57 — Surah Ar-Rahman 55:57

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 58 — Surah Ar-Rahman 55:58

તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે

Verse 59 — Surah Ar-Rahman 55:59

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 60 — Surah Ar-Rahman 55:60

ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે

Verse 61 — Surah Ar-Rahman 55:61

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 62 — Surah Ar-Rahman 55:62

અને તે બન્ને વગર બીજી બે જન્નતો પણ છે

Verse 63 — Surah Ar-Rahman 55:63

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 64 — Surah Ar-Rahman 55:64

જે બન્ને ગીચ લીલીછમ છે

Verse 65 — Surah Ar-Rahman 55:65

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 66 — Surah Ar-Rahman 55:66

તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા છે

Verse 67 — Surah Ar-Rahman 55:67

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 68 — Surah Ar-Rahman 55:68

તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે

Verse 69 — Surah Ar-Rahman 55:69

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 70 — Surah Ar-Rahman 55:70

તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે

Verse 71 — Surah Ar-Rahman 55:71

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 72 — Surah Ar-Rahman 55:72

(ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે

Verse 73 — Surah Ar-Rahman 55:73

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 74 — Surah Ar-Rahman 55:74

તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો

Verse 75 — Surah Ar-Rahman 55:75

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 76 — Surah Ar-Rahman 55:76

લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે

Verse 77 — Surah Ar-Rahman 55:77

બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

Verse 78 — Surah Ar-Rahman 55:78

તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે