Back to Languages

Gujarati - Chapter 56 - Al-Waqiah

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Waqiah 56:1

જ્યારે કયામત આવી પહોંચશે

Verse 2 — Surah Al-Waqiah 56:2

જેને થવામાં કંઇ જૂઠ નથી

Verse 3 — Surah Al-Waqiah 56:3

તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે

Verse 4 — Surah Al-Waqiah 56:4

જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે

Verse 5 — Surah Al-Waqiah 56:5

અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે

Verse 6 — Surah Al-Waqiah 56:6

પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે

Verse 7 — Surah Al-Waqiah 56:7

અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો

Verse 8 — Surah Al-Waqiah 56:8

બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા

Verse 9 — Surah Al-Waqiah 56:9

અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની

Verse 10 — Surah Al-Waqiah 56:10

અને જે આગળવાળા છે તે તો આગળવાળા જ છે

Verse 11 — Surah Al-Waqiah 56:11

તે ખુબ જ નજીક રહેવાવાળા હશે

Verse 12 — Surah Al-Waqiah 56:12

નેઅમતોવાળી જન્નતોમાં છે

Verse 13 — Surah Al-Waqiah 56:13

(ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે

Verse 14 — Surah Al-Waqiah 56:14

અને થોડાક પાછલા લોકો માંથી

Verse 15 — Surah Al-Waqiah 56:15

આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર

Verse 16 — Surah Al-Waqiah 56:16

એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે

Verse 17 — Surah Al-Waqiah 56:17

તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે

Verse 18 — Surah Al-Waqiah 56:18

પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી

Verse 19 — Surah Al-Waqiah 56:19

જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે

Verse 20 — Surah Al-Waqiah 56:20

અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે

Verse 21 — Surah Al-Waqiah 56:21

અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે

Verse 22 — Surah Al-Waqiah 56:22

અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ

Verse 23 — Surah Al-Waqiah 56:23

જે છૂપાયેલા મોતીઓ જેવી હશે

Verse 24 — Surah Al-Waqiah 56:24

આ બદલો છે તેમના કર્મોનો

Verse 25 — Surah Al-Waqiah 56:25

ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત

Verse 26 — Surah Al-Waqiah 56:26

ફકત સલામ જ સલામની અવાજ હશે

Verse 27 — Surah Al-Waqiah 56:27

અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ

Verse 28 — Surah Al-Waqiah 56:28

તેઓ કાંટા વગર

Verse 29 — Surah Al-Waqiah 56:29

અને એક પછી એક ખૂંટા

Verse 30 — Surah Al-Waqiah 56:30

અને લાંબા લાંબા પડછાયા

Verse 31 — Surah Al-Waqiah 56:31

અને વહેતા પાણી

Verse 32 — Surah Al-Waqiah 56:32

અને ઘણા જ ફળોમાં

Verse 33 — Surah Al-Waqiah 56:33

જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે

Verse 34 — Surah Al-Waqiah 56:34

અને ઊંચા ઊંચા પાથરણા પર હશે

Verse 35 — Surah Al-Waqiah 56:35

અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે

Verse 36 — Surah Al-Waqiah 56:36

અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે

Verse 37 — Surah Al-Waqiah 56:37

મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી

Verse 38 — Surah Al-Waqiah 56:38

જમણા હાથવાળાઓ માટે છે

Verse 39 — Surah Al-Waqiah 56:39

ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે

Verse 40 — Surah Al-Waqiah 56:40

અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે

Verse 41 — Surah Al-Waqiah 56:41

અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા

Verse 42 — Surah Al-Waqiah 56:42

ગરમ હવા અને ગરમ પાણી માં (હશે)

Verse 43 — Surah Al-Waqiah 56:43

અને કાળા ધુમાડાના પડછાયામાં

Verse 44 — Surah Al-Waqiah 56:44

જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો

Verse 45 — Surah Al-Waqiah 56:45

નિ:શંક આ લોકો આ પહેલા ઘણા જ ઠાઠમાં હતા

Verse 46 — Surah Al-Waqiah 56:46

અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા

Verse 47 — Surah Al-Waqiah 56:47

અને કહેતા હતા શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો શું અમે પાછા બીજીવાર જીવિત કરવામાં આવીશું

Verse 48 — Surah Al-Waqiah 56:48

અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ

Verse 49 — Surah Al-Waqiah 56:49

તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને

Verse 50 — Surah Al-Waqiah 56:50

જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે

Verse 51 — Surah Al-Waqiah 56:51

પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ

Verse 52 — Surah Al-Waqiah 56:52

તમે જરૂરથી

Verse 53 — Surah Al-Waqiah 56:53

અને તેનાથી જ તમે પેટ ભરશો

Verse 54 — Surah Al-Waqiah 56:54

પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો

Verse 55 — Surah Al-Waqiah 56:55

પીવાવાળા પણ તરસ્યા ઊંટો જેવા

Verse 56 — Surah Al-Waqiah 56:56

કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે

Verse 57 — Surah Al-Waqiah 56:57

અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી

Verse 58 — Surah Al-Waqiah 56:58

હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો

Verse 59 — Surah Al-Waqiah 56:59

શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે

Verse 60 — Surah Al-Waqiah 56:60

અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી

Verse 61 — Surah Al-Waqiah 56:61

કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી

Verse 62 — Surah Al-Waqiah 56:62

તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા

Verse 63 — Surah Al-Waqiah 56:63

હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો

Verse 64 — Surah Al-Waqiah 56:64

તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે

Verse 65 — Surah Al-Waqiah 56:65

જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ

Verse 66 — Surah Al-Waqiah 56:66

કે અમારા પર ભાર થઇ ગયો છે

Verse 67 — Surah Al-Waqiah 56:67

પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા

Verse 68 — Surah Al-Waqiah 56:68

હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો

Verse 69 — Surah Al-Waqiah 56:69

તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ

Verse 70 — Surah Al-Waqiah 56:70

જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા

Verse 71 — Surah Al-Waqiah 56:71

હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો

Verse 72 — Surah Al-Waqiah 56:72

તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે

Verse 73 — Surah Al-Waqiah 56:73

અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે

Verse 74 — Surah Al-Waqiah 56:74

બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો

Verse 75 — Surah Al-Waqiah 56:75

બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના

Verse 76 — Surah Al-Waqiah 56:76

અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે

Verse 77 — Surah Al-Waqiah 56:77

નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે

Verse 78 — Surah Al-Waqiah 56:78

જે એક સુરક્ષિત પુસ્તકમાં છે

Verse 79 — Surah Al-Waqiah 56:79

તેને ફકત પવિત્ર લોકો જ અડી શકે છે

Verse 80 — Surah Al-Waqiah 56:80

આ જગતના પાલનહાર તરફથી અવતરિત કરેલું છે

Verse 81 — Surah Al-Waqiah 56:81

શું તમે આ વાતને સામાન્ય જાણો છો

Verse 82 — Surah Al-Waqiah 56:82

અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે

Verse 83 — Surah Al-Waqiah 56:83

બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે

Verse 84 — Surah Al-Waqiah 56:84

અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો

Verse 85 — Surah Al-Waqiah 56:85

અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા

Verse 86 — Surah Al-Waqiah 56:86

બસ ! જો તમે કોઇના કહેવામાં નથી

Verse 87 — Surah Al-Waqiah 56:87

અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ

Verse 88 — Surah Al-Waqiah 56:88

બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે

Verse 89 — Surah Al-Waqiah 56:89

તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે

Verse 90 — Surah Al-Waqiah 56:90

અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે

Verse 91 — Surah Al-Waqiah 56:91

તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે

Verse 92 — Surah Al-Waqiah 56:92

પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે

Verse 93 — Surah Al-Waqiah 56:93

તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે

Verse 94 — Surah Al-Waqiah 56:94

અને જહન્નમમાં જવાનું છે

Verse 95 — Surah Al-Waqiah 56:95

આ ખબર ખરેખર સાચી અને સત્ય છે

Verse 96 — Surah Al-Waqiah 56:96

બસ ! તું પોતાના મહાન પાલનહારના નામનું સ્મરણ કર