Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 75 - Al-Qiyamah
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Qiyamah 75:1
હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના
Verse 2 — Surah Al-Qiyamah 75:2
અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના
Verse 3 — Surah Al-Qiyamah 75:3
શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં
Verse 4 — Surah Al-Qiyamah 75:4
કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ
Verse 5 — Surah Al-Qiyamah 75:5
પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે
Verse 6 — Surah Al-Qiyamah 75:6
સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે
Verse 7 — Surah Al-Qiyamah 75:7
બસ ! જે સમયે નજર પથરાઇ જશે
Verse 8 — Surah Al-Qiyamah 75:8
અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે
Verse 9 — Surah Al-Qiyamah 75:9
સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે
Verse 10 — Surah Al-Qiyamah 75:10
તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે
Verse 11 — Surah Al-Qiyamah 75:11
ના ના કોઇ શરણ નથી
Verse 12 — Surah Al-Qiyamah 75:12
આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે
Verse 13 — Surah Al-Qiyamah 75:13
આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે
Verse 14 — Surah Al-Qiyamah 75:14
પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે
Verse 15 — Surah Al-Qiyamah 75:15
કેટલાય બહાના રજૂ કેમ ન કરે
Verse 16 — Surah Al-Qiyamah 75:16
(હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં
Verse 17 — Surah Al-Qiyamah 75:17
તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે
Verse 18 — Surah Al-Qiyamah 75:18
અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો
Verse 19 — Surah Al-Qiyamah 75:19
પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે
Verse 20 — Surah Al-Qiyamah 75:20
ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો
Verse 21 — Surah Al-Qiyamah 75:21
અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો
Verse 22 — Surah Al-Qiyamah 75:22
તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે
Verse 23 — Surah Al-Qiyamah 75:23
પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે
Verse 24 — Surah Al-Qiyamah 75:24
અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે
Verse 25 — Surah Al-Qiyamah 75:25
સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે
Verse 26 — Surah Al-Qiyamah 75:26
ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે
Verse 27 — Surah Al-Qiyamah 75:27
અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે
Verse 28 — Surah Al-Qiyamah 75:28
અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે
Verse 29 — Surah Al-Qiyamah 75:29
અને પિંડી સાથે પિંડી વળગી જશે
Verse 30 — Surah Al-Qiyamah 75:30
આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે
Verse 31 — Surah Al-Qiyamah 75:31
તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી
Verse 32 — Surah Al-Qiyamah 75:32
પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી
Verse 33 — Surah Al-Qiyamah 75:33
પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો
Verse 34 — Surah Al-Qiyamah 75:34
ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર
Verse 35 — Surah Al-Qiyamah 75:35
પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે
Verse 36 — Surah Al-Qiyamah 75:36
શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે
Verse 37 — Surah Al-Qiyamah 75:37
શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું
Verse 38 — Surah Al-Qiyamah 75:38
પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો
Verse 39 — Surah Al-Qiyamah 75:39
પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા
Verse 40 — Surah Al-Qiyamah 75:40
શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે