Back to Languages

Gujarati - Chapter 76 - Al-Insan

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Insan 76:1

નિ:શંક માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો

Verse 2 — Surah Al-Insan 76:2

નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી કસોટી માટે પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો

Verse 3 — Surah Al-Insan 76:3

અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ન

Verse 4 — Surah Al-Insan 76:4

નિ:શંક અમે ઇન્કારીઓ માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે

Verse 5 — Surah Al-Insan 76:5

નિ:શંક સદાચારી લોકો તે જામ (શરાબના પ્યાલા) પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું છે

Verse 6 — Surah Al-Insan 76:6

જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ કાઢી લઇ જશે (જ્યાં ઇચ્છશે)

Verse 7 — Surah Al-Insan 76:7

જે નઝર (ફકત અલ્લાહ માટે માનેલી માનતા) પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે જેની આપત્તિ ચારેય બાજુ ફેલાઇ જનારી છે

Verse 8 — Surah Al-Insan 76:8

અને અલ્લાહ તઆલાની મોહબ્બતમાં ખાવાનું ખવડાવે છે, ગરીબ, અનાથ અને કેદીઓને

Verse 9 — Surah Al-Insan 76:9

અમે તો તમને ફકત અલ્લાહ તઆલા ની પ્રસન્નતા માટે ખવડાવીએ છીએ. ન તમારાથી બદલો ઇચ્છીએ છે અને ન તો આભાર

Verse 10 — Surah Al-Insan 76:10

નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ભય રાખીએ છીએ જે ઉદાસ અને સખત હશે

Verse 11 — Surah Al-Insan 76:11

બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લીધા અને તેમને તાજગી અને ખુશી પહોંચાડી

Verse 12 — Surah Al-Insan 76:12

અને તેમને તેમની ધૈર્યના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપ્યા

Verse 13 — Surah Al-Insan 76:13

તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં સૂરજનો તડકો જોશે ન ઠંડીની ઉગ્રતા

Verse 14 — Surah Al-Insan 76:14

તે જન્નતોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે

Verse 15 — Surah Al-Insan 76:15

અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામોને (શરાબના પ્યાલા) ફેરવવામાં આવશે જે કાચના હશે

Verse 16 — Surah Al-Insan 76:16

કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે

Verse 17 — Surah Al-Insan 76:17

અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) નું હશે

Verse 18 — Surah Al-Insan 76:18

જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે

Verse 19 — Surah Al-Insan 76:19

અને તેની આજુબાજુ ફરતા હશે તે નાના બાળકો જે હંમેશા રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે

Verse 20 — Surah Al-Insan 76:20

તમે ત્યાં જ્યાં પણ નજર દોડાવશો નેઅમતો જ નેઅમતો અને મહાન સત્તાને જ જોશો

Verse 21 — Surah Al-Insan 76:21

તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે

Verse 22 — Surah Al-Insan 76:22

(કહેવામાં આવશે) કે આ છે તમારા કાર્યો નો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી

Verse 23 — Surah Al-Insan 76:23

નિ:શંક અમે તમારા પર થોડું થોડું કરીને કુરઆન અવતરિત કર્યુ

Verse 24 — Surah Al-Insan 76:24

બસ ! તું પોતાના પાલનહારના આદેશ પર ડટી જા. અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ના માન

Verse 25 — Surah Al-Insan 76:25

અને પોતાના પાલનહારના નામનું સવાર સાંજ સ્મરણ કર્યા કર

Verse 26 — Surah Al-Insan 76:26

અને રાત્રિના સમયે તેની સામે સજદા કર. અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ (સ્મરણ) કર્યા કર

Verse 27 — Surah Al-Insan 76:27

નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને પોતાની પાછળ એક ભારે દિવસને છોડી દે છે

Verse 28 — Surah Al-Insan 76:28

અમે તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લાવીશું

Verse 29 — Surah Al-Insan 76:29

ખરેખર આ તો એક શિખામણ છે બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે

Verse 30 — Surah Al-Insan 76:30

અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે. નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને તત્વદર્શી છે

Verse 31 — Surah Al-Insan 76:31

જેને ઇચ્છે તેને પોતાની કૃપામાં દાખલ કરી લે. અને અત્યાચારીઓ માટે તેણે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે