Back to Languages

Gujarati - Chapter 77 - Al-Mursalat

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Mursalat 77:1

દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ

Verse 2 — Surah Al-Mursalat 77:2

પછી તીવ્ર હવાઓના સોગંદ

Verse 3 — Surah Al-Mursalat 77:3

પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ

Verse 4 — Surah Al-Mursalat 77:4

પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર

Verse 5 — Surah Al-Mursalat 77:5

અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ

Verse 6 — Surah Al-Mursalat 77:6

જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે

Verse 7 — Surah Al-Mursalat 77:7

જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે

Verse 8 — Surah Al-Mursalat 77:8

બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે

Verse 9 — Surah Al-Mursalat 77:9

અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે

Verse 10 — Surah Al-Mursalat 77:10

અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે

Verse 11 — Surah Al-Mursalat 77:11

અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે

Verse 12 — Surah Al-Mursalat 77:12

કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે

Verse 13 — Surah Al-Mursalat 77:13

નિર્ણયના દિવસ માટે

Verse 14 — Surah Al-Mursalat 77:14

અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે

Verse 15 — Surah Al-Mursalat 77:15

તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે

Verse 16 — Surah Al-Mursalat 77:16

શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા

Verse 17 — Surah Al-Mursalat 77:17

ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા

Verse 18 — Surah Al-Mursalat 77:18

અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ

Verse 19 — Surah Al-Mursalat 77:19

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 20 — Surah Al-Mursalat 77:20

શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા

Verse 21 — Surah Al-Mursalat 77:21

પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો

Verse 22 — Surah Al-Mursalat 77:22

એક નક્કી કરેલ સમય સુધી

Verse 23 — Surah Al-Mursalat 77:23

પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે

Verse 24 — Surah Al-Mursalat 77:24

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 25 — Surah Al-Mursalat 77:25

શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી

Verse 26 — Surah Al-Mursalat 77:26

જીવિત લોકોને પણ અને મૃતકોને પણ

Verse 27 — Surah Al-Mursalat 77:27

અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું

Verse 28 — Surah Al-Mursalat 77:28

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 29 — Surah Al-Mursalat 77:29

તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા

Verse 30 — Surah Al-Mursalat 77:30

ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ

Verse 31 — Surah Al-Mursalat 77:31

જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે

Verse 32 — Surah Al-Mursalat 77:32

નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે

Verse 33 — Surah Al-Mursalat 77:33

જાણે કે તે પીળા ઊંટો છે

Verse 34 — Surah Al-Mursalat 77:34

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 35 — Surah Al-Mursalat 77:35

આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે

Verse 36 — Surah Al-Mursalat 77:36

ન તેમને તક આપવામાં આવશે

Verse 37 — Surah Al-Mursalat 77:37

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 38 — Surah Al-Mursalat 77:38

આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે

Verse 39 — Surah Al-Mursalat 77:39

બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં

Verse 40 — Surah Al-Mursalat 77:40

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 41 — Surah Al-Mursalat 77:41

નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે

Verse 42 — Surah Al-Mursalat 77:42

અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે

Verse 43 — Surah Al-Mursalat 77:43

(જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં

Verse 44 — Surah Al-Mursalat 77:44

નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ

Verse 45 — Surah Al-Mursalat 77:45

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 46 — Surah Al-Mursalat 77:46

(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો

Verse 47 — Surah Al-Mursalat 77:47

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 48 — Surah Al-Mursalat 77:48

તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા

Verse 49 — Surah Al-Mursalat 77:49

તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

Verse 50 — Surah Al-Mursalat 77:50

હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો