Back to Languages

Gujarati - Chapter 78 - An-Naba

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah An-Naba 78:1

તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે

Verse 2 — Surah An-Naba 78:2

તે મોટી સુચના બાબત વિશે

Verse 3 — Surah An-Naba 78:3

જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે

Verse 4 — Surah An-Naba 78:4

ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે

Verse 5 — Surah An-Naba 78:5

ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે

Verse 6 — Surah An-Naba 78:6

શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું

Verse 7 — Surah An-Naba 78:7

અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા)

Verse 8 — Surah An-Naba 78:8

અને અમે તમને જોડકામાં પેદા કર્યા

Verse 9 — Surah An-Naba 78:9

અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી

Verse 10 — Surah An-Naba 78:10

અને રાતને અમે પરદો બનાવ્યો છે

Verse 11 — Surah An-Naba 78:11

અને દિવસને કમાણી માટે બનાવ્યો

Verse 12 — Surah An-Naba 78:12

અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા

Verse 13 — Surah An-Naba 78:13

અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો

Verse 14 — Surah An-Naba 78:14

અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો

Verse 15 — Surah An-Naba 78:15

જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે

Verse 16 — Surah An-Naba 78:16

અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)

Verse 17 — Surah An-Naba 78:17

નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે

Verse 18 — Surah An-Naba 78:18

જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો

Verse 19 — Surah An-Naba 78:19

અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે

Verse 20 — Surah An-Naba 78:20

અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે

Verse 21 — Surah An-Naba 78:21

નિ:શંક દોઝખ ઘાતમાં છે

Verse 22 — Surah An-Naba 78:22

દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે

Verse 23 — Surah An-Naba 78:23

જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે

Verse 24 — Surah An-Naba 78:24

ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે

Verse 25 — Surah An-Naba 78:25

સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ

Verse 26 — Surah An-Naba 78:26

(તેમને) સંપૂર્ણ બદલો મળશે

Verse 27 — Surah An-Naba 78:27

નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા

Verse 28 — Surah An-Naba 78:28

અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા

Verse 29 — Surah An-Naba 78:29

અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે

Verse 30 — Surah An-Naba 78:30

હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો

Verse 31 — Surah An-Naba 78:31

નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે

Verse 32 — Surah An-Naba 78:32

બગીચાઓ અને દ્રાક્ષ છે

Verse 33 — Surah An-Naba 78:33

અને નવયુવાન કુમારિકાઓ

Verse 34 — Surah An-Naba 78:34

અને છલકાતા પ્યાલા

Verse 35 — Surah An-Naba 78:35

ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે

Verse 36 — Surah An-Naba 78:36

(તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે

Verse 37 — Surah An-Naba 78:37

(તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય

Verse 38 — Surah An-Naba 78:38

જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે

Verse 39 — Surah An-Naba 78:39

તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે

Verse 40 — Surah An-Naba 78:40

નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત