Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 79 - An-Naziat
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah An-Naziat 79:1
ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ
Verse 2 — Surah An-Naziat 79:2
બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ
Verse 3 — Surah An-Naziat 79:3
અને તરવા-ફરનારાઓ ના સોગંદ
Verse 4 — Surah An-Naziat 79:4
પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ
Verse 5 — Surah An-Naziat 79:5
પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ
Verse 6 — Surah An-Naziat 79:6
જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે
Verse 7 — Surah An-Naziat 79:7
ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે
Verse 8 — Surah An-Naziat 79:8
(કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે
Verse 9 — Surah An-Naziat 79:9
તેમની આંખો ઝુકેલી હશે
Verse 10 — Surah An-Naziat 79:10
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
Verse 11 — Surah An-Naziat 79:11
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
Verse 12 — Surah An-Naziat 79:12
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
Verse 13 — Surah An-Naziat 79:13
(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે
Verse 14 — Surah An-Naziat 79:14
પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે
Verse 15 — Surah An-Naziat 79:15
શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી
Verse 16 — Surah An-Naziat 79:16
જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો
Verse 17 — Surah An-Naziat 79:17
(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે
Verse 18 — Surah An-Naziat 79:18
અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે
Verse 19 — Surah An-Naziat 79:19
અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે
Verse 20 — Surah An-Naziat 79:20
પછી તેને મોટી નિશાની બતાવી
Verse 21 — Surah An-Naziat 79:21
તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી
Verse 22 — Surah An-Naziat 79:22
પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો
Verse 23 — Surah An-Naziat 79:23
પછી સૌને ભેગા કરી પોકાર્યા
Verse 24 — Surah An-Naziat 79:24
તમારા સૌનો પાલનહાર હું જ છું
Verse 25 — Surah An-Naziat 79:25
તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો
Verse 26 — Surah An-Naziat 79:26
હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે
Verse 27 — Surah An-Naziat 79:27
શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ
Verse 28 — Surah An-Naziat 79:28
તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું
Verse 29 — Surah An-Naziat 79:29
અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો
Verse 30 — Surah An-Naziat 79:30
અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી
Verse 31 — Surah An-Naziat 79:31
તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો
Verse 32 — Surah An-Naziat 79:32
અને પર્વતોને (સખત) ખોડી દીધા
Verse 33 — Surah An-Naziat 79:33
આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે)
Verse 34 — Surah An-Naziat 79:34
તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે
Verse 35 — Surah An-Naziat 79:35
તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે
Verse 36 — Surah An-Naziat 79:36
અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે
Verse 37 — Surah An-Naziat 79:37
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
Verse 38 — Surah An-Naziat 79:38
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
Verse 39 — Surah An-Naziat 79:39
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
Verse 40 — Surah An-Naziat 79:40
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
Verse 41 — Surah An-Naziat 79:41
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
Verse 42 — Surah An-Naziat 79:42
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
Verse 43 — Surah An-Naziat 79:43
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
Verse 44 — Surah An-Naziat 79:44
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
Verse 45 — Surah An-Naziat 79:45
તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો
Verse 46 — Surah An-Naziat 79:46
જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે