Back to Languages

Gujarati - Chapter 80 - Abasa

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Abasa 80:1

તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું

Verse 2 — Surah Abasa 80:2

(એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો

Verse 3 — Surah Abasa 80:3

તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો

Verse 4 — Surah Abasa 80:4

અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી

Verse 5 — Surah Abasa 80:5

જે લાપરવાહી કરે છે

Verse 6 — Surah Abasa 80:6

તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો

Verse 7 — Surah Abasa 80:7

જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી

Verse 8 — Surah Abasa 80:8

અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે

Verse 9 — Surah Abasa 80:9

અને તે ડરી (પણ) રહ્યો છે

Verse 10 — Surah Abasa 80:10

તમે તેની તરફ બેધ્યાન છો

Verse 11 — Surah Abasa 80:11

કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે

Verse 12 — Surah Abasa 80:12

જે ચાહે તેનાથી શીખ મેળવે

Verse 13 — Surah Abasa 80:13

(આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે)

Verse 14 — Surah Abasa 80:14

જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે

Verse 15 — Surah Abasa 80:15

એવા લખનારના હાથમાં છે

Verse 16 — Surah Abasa 80:16

જેઓ આદરણીય અને પ્રામણિક છે

Verse 17 — Surah Abasa 80:17

અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે

Verse 18 — Surah Abasa 80:18

તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ

Verse 19 — Surah Abasa 80:19

તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને

Verse 20 — Surah Abasa 80:20

પછી તેના માટે માર્ગ સરળ કર્યો

Verse 21 — Surah Abasa 80:21

પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો

Verse 22 — Surah Abasa 80:22

પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે

Verse 23 — Surah Abasa 80:23

કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ

Verse 24 — Surah Abasa 80:24

માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે

Verse 25 — Surah Abasa 80:25

નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું

Verse 26 — Surah Abasa 80:26

પછી અમે જ ધરતીને ચીરી ફાડી

Verse 27 — Surah Abasa 80:27

પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું

Verse 28 — Surah Abasa 80:28

અને દ્રાક્ષ અને શાકભાજીઓ

Verse 29 — Surah Abasa 80:29

અને જૈતૂન અને ખજુરો

Verse 30 — Surah Abasa 80:30

અને હર્યા-ભર્યા બગીચાઓ

Verse 31 — Surah Abasa 80:31

અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો

Verse 32 — Surah Abasa 80:32

તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે

Verse 33 — Surah Abasa 80:33

બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે

Verse 34 — Surah Abasa 80:34

તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી

Verse 35 — Surah Abasa 80:35

અને પોતાની માતા તેમજ પિતાથી

Verse 36 — Surah Abasa 80:36

અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે

Verse 37 — Surah Abasa 80:37

પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે

Verse 38 — Surah Abasa 80:38

તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે

Verse 39 — Surah Abasa 80:39

(જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે

Verse 40 — Surah Abasa 80:40

અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે

Verse 41 — Surah Abasa 80:41

તેમના પર કાળાશ છવાયેલી હશે

Verse 42 — Surah Abasa 80:42

તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે