Back to Languages

Gujarati - Chapter 81 - At-Takwir

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah At-Takwir 81:1

જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે

Verse 2 — Surah At-Takwir 81:2

અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે

Verse 3 — Surah At-Takwir 81:3

અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે

Verse 4 — Surah At-Takwir 81:4

અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે

Verse 5 — Surah At-Takwir 81:5

અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે

Verse 6 — Surah At-Takwir 81:6

અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે

Verse 7 — Surah At-Takwir 81:7

અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે

Verse 8 — Surah At-Takwir 81:8

અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે

Verse 9 — Surah At-Takwir 81:9

કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી

Verse 10 — Surah At-Takwir 81:10

અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે

Verse 11 — Surah At-Takwir 81:11

અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે

Verse 12 — Surah At-Takwir 81:12

અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે

Verse 13 — Surah At-Takwir 81:13

અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે

Verse 14 — Surah At-Takwir 81:14

પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે

Verse 15 — Surah At-Takwir 81:15

હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા

Verse 16 — Surah At-Takwir 81:16

ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની

Verse 17 — Surah At-Takwir 81:17

અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે

Verse 18 — Surah At-Takwir 81:18

અને સવારની જ્યારે ચમકવા લાગે

Verse 19 — Surah At-Takwir 81:19

નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે

Verse 20 — Surah At-Takwir 81:20

જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે

Verse 21 — Surah At-Takwir 81:21

જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે

Verse 22 — Surah At-Takwir 81:22

અને તમારા સાથી પાગલ નથી

Verse 23 — Surah At-Takwir 81:23

તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે

Verse 24 — Surah At-Takwir 81:24

અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી

Verse 25 — Surah At-Takwir 81:25

અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી

Verse 26 — Surah At-Takwir 81:26

પછી તમે ક્યાં જઇ રહ્યા છો

Verse 27 — Surah At-Takwir 81:27

આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે

Verse 28 — Surah At-Takwir 81:28

(ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે

Verse 29 — Surah At-Takwir 81:29

અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો