Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 82 - Al-Infitar
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Infitar 82:1
જ્યારે આકાશ ફાટી પડશે
Verse 2 — Surah Al-Infitar 82:2
અને જ્યારે તારાઓ વિખરાઇ જશે
Verse 3 — Surah Al-Infitar 82:3
અને જ્યારે દરિયાઓ વહી પડશે
Verse 4 — Surah Al-Infitar 82:4
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે
Verse 5 — Surah Al-Infitar 82:5
(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે
Verse 6 — Surah Al-Infitar 82:6
હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે
Verse 7 — Surah Al-Infitar 82:7
જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો
Verse 8 — Surah Al-Infitar 82:8
જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો
Verse 9 — Surah Al-Infitar 82:9
કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો
Verse 10 — Surah Al-Infitar 82:10
નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત
Verse 11 — Surah Al-Infitar 82:11
લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે
Verse 12 — Surah Al-Infitar 82:12
જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે
Verse 13 — Surah Al-Infitar 82:13
નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે
Verse 14 — Surah Al-Infitar 82:14
અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે
Verse 15 — Surah Al-Infitar 82:15
બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે
Verse 16 — Surah Al-Infitar 82:16
અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે
Verse 17 — Surah Al-Infitar 82:17
અને તને શું ખબર બદલાનો દિવસ શું છે
Verse 18 — Surah Al-Infitar 82:18
ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે
Verse 19 — Surah Al-Infitar 82:19
(આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે