Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 83 - Al-Mutaffifin
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Mutaffifin 83:1
વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે
Verse 2 — Surah Al-Mutaffifin 83:2
જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે
Verse 3 — Surah Al-Mutaffifin 83:3
અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે
Verse 4 — Surah Al-Mutaffifin 83:4
શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી
Verse 5 — Surah Al-Mutaffifin 83:5
તે મોટા દિવસ માટે
Verse 6 — Surah Al-Mutaffifin 83:6
જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે
Verse 7 — Surah Al-Mutaffifin 83:7
નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે
Verse 8 — Surah Al-Mutaffifin 83:8
તને શું ખબર કે સિજ્જીન શું છે
Verse 9 — Surah Al-Mutaffifin 83:9
(આ તો) લેખિત પુસ્તક છે
Verse 10 — Surah Al-Mutaffifin 83:10
તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે
Verse 11 — Surah Al-Mutaffifin 83:11
જેઓ બદલાના દિવસને જુઠલાવે છે
Verse 12 — Surah Al-Mutaffifin 83:12
તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે
Verse 13 — Surah Al-Mutaffifin 83:13
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે
Verse 14 — Surah Al-Mutaffifin 83:14
કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે
Verse 15 — Surah Al-Mutaffifin 83:15
કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે
Verse 16 — Surah Al-Mutaffifin 83:16
ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે
Verse 17 — Surah Al-Mutaffifin 83:17
પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા
Verse 18 — Surah Al-Mutaffifin 83:18
નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે
Verse 19 — Surah Al-Mutaffifin 83:19
તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે
Verse 20 — Surah Al-Mutaffifin 83:20
(તે તો) લેખિત પુસ્તક છે
Verse 21 — Surah Al-Mutaffifin 83:21
નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે
Verse 22 — Surah Al-Mutaffifin 83:22
નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે
Verse 23 — Surah Al-Mutaffifin 83:23
ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે
Verse 24 — Surah Al-Mutaffifin 83:24
તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો
Verse 25 — Surah Al-Mutaffifin 83:25
આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે
Verse 26 — Surah Al-Mutaffifin 83:26
જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ
Verse 27 — Surah Al-Mutaffifin 83:27
અને તેની મિલાવટ તસ્નીમની હશે
Verse 28 — Surah Al-Mutaffifin 83:28
(એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે
Verse 29 — Surah Al-Mutaffifin 83:29
અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા
Verse 30 — Surah Al-Mutaffifin 83:30
અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા
Verse 31 — Surah Al-Mutaffifin 83:31
અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા
Verse 32 — Surah Al-Mutaffifin 83:32
અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે
Verse 33 — Surah Al-Mutaffifin 83:33
તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા
Verse 34 — Surah Al-Mutaffifin 83:34
બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે
Verse 35 — Surah Al-Mutaffifin 83:35
ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે
Verse 36 — Surah Al-Mutaffifin 83:36
કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો