Back to Languages

Gujarati - Chapter 84 - Al-Inshiqaq

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Inshiqaq 84:1

જ્યારે આકાશ ફાટી જશે

Verse 2 — Surah Al-Inshiqaq 84:2

અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે

Verse 3 — Surah Al-Inshiqaq 84:3

અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે

Verse 4 — Surah Al-Inshiqaq 84:4

અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે

Verse 5 — Surah Al-Inshiqaq 84:5

અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે

Verse 6 — Surah Al-Inshiqaq 84:6

હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે

Verse 7 — Surah Al-Inshiqaq 84:7

તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે

Verse 8 — Surah Al-Inshiqaq 84:8

તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે

Verse 9 — Surah Al-Inshiqaq 84:9

અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે

Verse 10 — Surah Al-Inshiqaq 84:10

હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે

Verse 11 — Surah Al-Inshiqaq 84:11

તો તે મૃત્યુને પોકારશે

Verse 12 — Surah Al-Inshiqaq 84:12

અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે

Verse 13 — Surah Al-Inshiqaq 84:13

આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો

Verse 14 — Surah Al-Inshiqaq 84:14

તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી

Verse 15 — Surah Al-Inshiqaq 84:15

કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો

Verse 16 — Surah Al-Inshiqaq 84:16

હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના

Verse 17 — Surah Al-Inshiqaq 84:17

અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ

Verse 18 — Surah Al-Inshiqaq 84:18

અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે

Verse 19 — Surah Al-Inshiqaq 84:19

નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો

Verse 20 — Surah Al-Inshiqaq 84:20

તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા

Verse 21 — Surah Al-Inshiqaq 84:21

અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા

Verse 22 — Surah Al-Inshiqaq 84:22

પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે

Verse 23 — Surah Al-Inshiqaq 84:23

અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે

Verse 24 — Surah Al-Inshiqaq 84:24

તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો

Verse 25 — Surah Al-Inshiqaq 84:25

હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે