Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 104 - Al-Humazah
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Humazah 104:1
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય
Verse 2 — Surah Al-Humazah 104:2
જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય
Verse 3 — Surah Al-Humazah 104:3
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે
Verse 4 — Surah Al-Humazah 104:4
કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે
Verse 5 — Surah Al-Humazah 104:5
અને તને શું ખબર કે આ આગ કેવી હશે
Verse 6 — Surah Al-Humazah 104:6
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે
Verse 7 — Surah Al-Humazah 104:7
જે હૃદયો પર ચઢતી જશે
Verse 8 — Surah Al-Humazah 104:8
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે
Verse 9 — Surah Al-Humazah 104:9
મોટા મોટા સ્તંભોમાં