Back to Languages

Gujarati - Chapter 88 - Al-Ghashiyah

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Ghashiyah 88:1

શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે

Verse 2 — Surah Al-Ghashiyah 88:2

તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે

Verse 3 — Surah Al-Ghashiyah 88:3

(અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે

Verse 4 — Surah Al-Ghashiyah 88:4

તેઓ ધગધગતી આગમાં જશે

Verse 5 — Surah Al-Ghashiyah 88:5

અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે

Verse 6 — Surah Al-Ghashiyah 88:6

તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય

Verse 7 — Surah Al-Ghashiyah 88:7

જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે

Verse 8 — Surah Al-Ghashiyah 88:8

કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે

Verse 9 — Surah Al-Ghashiyah 88:9

પોતાના પ્રયત્નોથી ખુશ હશે

Verse 10 — Surah Al-Ghashiyah 88:10

ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે

Verse 11 — Surah Al-Ghashiyah 88:11

તેમાં કોઇ બકવાસ નહી સાંભળે

Verse 12 — Surah Al-Ghashiyah 88:12

તેમાં એક વહેતુ ઝરણું હશે

Verse 13 — Surah Al-Ghashiyah 88:13

(અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે

Verse 14 — Surah Al-Ghashiyah 88:14

તેમાં પ્યાલા મુકેલા (હશે)

Verse 15 — Surah Al-Ghashiyah 88:15

અને એક કતારમાં લાગેલા તકીયા હશે

Verse 16 — Surah Al-Ghashiyah 88:16

અને મખમલી જાજમો ફેલાયેલી હશે

Verse 17 — Surah Al-Ghashiyah 88:17

શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે

Verse 18 — Surah Al-Ghashiyah 88:18

અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે

Verse 19 — Surah Al-Ghashiyah 88:19

અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે

Verse 20 — Surah Al-Ghashiyah 88:20

અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે

Verse 21 — Surah Al-Ghashiyah 88:21

બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો

Verse 22 — Surah Al-Ghashiyah 88:22

તમે તેમના ઉપર રખેવાળ નથી

Verse 23 — Surah Al-Ghashiyah 88:23

હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે

Verse 24 — Surah Al-Ghashiyah 88:24

તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે

Verse 25 — Surah Al-Ghashiyah 88:25

ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે

Verse 26 — Surah Al-Ghashiyah 88:26

પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો